મહિલા સહીત ચાર લોકોએ 14 વર્ષીય યુવતીના અપહરણ બાદ કર્યું દુષ્કર્મ- મામલો પહોચ્યો પોલીસ સ્ટેશને

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડાની એક સગીર વય ની યુવતીનું અપહરણ કરી અંબાજી લઈ જઈ સગીરા પર એક શખ્સે દુષ્કર્મ ગુજારતા પોલીસ મથકે મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડુચકવાડાની સગીરાને લલચાવી  ફોસલાવીને ગાડીમાં અપહરણ કરી તેને અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ બંધક બનાવી ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી.

ઘટનાની વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડાની 14 વર્ષિય સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાની વાત બહાર આવતા ચકચાર મચી છે. દિયોદરના ડુચકવાડા ગામે સગીરાનું અપહરણ કરી લઇ જી અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ ગોંધી રાખીને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું  છે.

ફરિયાદના 4 દિવસ અગાઉ રામપુરાના શખ્સે સગીરાનું કર્યું હતુ દુષ્કર્મ. અન્ય શખ્સોની મદદથી સગીરાનું ગાડીમાં કર્યું હતુ અપહરણ. દિયોદર પોલીસ સ્ટેશનમાં 1 મહિલા સહિત 4 શખ્સો સામે ફરિયાદ દાખલ થતા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન કર્યા છે.

આ ફરિયાદ અનુસાર આરોપીઓની ઓળખ આ મુજ્બ થઇ હતી: કમલેશભાઈ પટેલે દુષ્કર્મ ગુજારતા અપહરણ કરનાર નીરૂબેન ભરતભાઇ મોદી(રહે ડુચકવાડા), ભરતભાઈ જીવાભાઈ મોદી(રહે.વાતમ નવા), કમલેશભાઈ જીવરાજભાઈ પટેલ(રહે.રામપુરા) અને રાકેશભાઇ પટેલ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *