હરિયાણાના યમુનાનગરમાં એક સગીર 17 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. આ તાંત્રિકે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આશ્ચર્યજનક બાબત તો એ છે કે દર વખતે સગીરની માતા અને માસી અંધશ્રદ્ધામાં ડૂબીને રાત્રે દીકરીને તાંત્રિક પાસે મોકલતા હતા. તંત્ર-મંત્રના નામે તાંત્રિકે લાંબા સમય સુધી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.
યુવતી તકલીફમાં માતાને કહેતી રહી, પણ માતા અને માસીને તે સાચું લાગ્યું નહીં. આ ઘૃણાસ્પદ હરકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના પિતાને આ અંગેની જાણ થઈ અને તેણે પોલીસ પાસે ન્યાયની વિનંતી કરી. પોલીસે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 506 હેઠળ ગુનો નોંધી તાંત્રિક અને પીડિતાની માતાની ધરપકડ કરી છે.
તાંત્રિકે સગીર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો
જણાવી દઈએ કે, છોકરીએ તેની માતાને કહ્યું કે તેના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. માતાએ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું, જ્યાં તેના અહેવાલમાં રસોળી અને પથરીનો ખુલાસો થયો. જ્યારે યુવતીની માસીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તેની બહેનને કહ્યું કે તેના માતૃ ગામે માતાના ભક્ત રહે છે, જેનું નામ સતીષ છે અને તે આ રોગ માટે દવાઓ પણ આપે છે. ત્યારબાદ માતા અને માસી યુવતી સાથે સતીષ પાસે ગયાં હતાં, જ્યાં સતીશે તેની સારવારના બહાને તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
પિતાએ પોલીસની મદદ માંગી
પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે દીવો સળગાવવો ઉપરાંત આરોપી સતીષ યુવતીને કન્યાની જેમ તૈયાર થઇ અને નવી બંગડી પહેરવાનું કહેતો હતો. જે બાદ તેની પત્ની અને માસી યુવતીને તાંત્રિક સતીષના હવાલે કરી દેતા હતા. દરરોજ યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારતો હતો.
પોલીસે માતા અને તાંત્રિકની ધરપકડ કરી
પિતાની ફરિયાદના આધારે યમુનાનગરની મહિલા પોલીસે તાંત્રિક સતીષ અને પીડિતાની માતાની ધરપકડ કરી હતી. બંનેએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. પરંતુ માસીની ધરપકડ હજી થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews