એક વૃધ્ધ માતાને ધમકીઓ આપી તેમને માર મારી બળજબરીથી ઘરનો કબજો લઇ માતાને બહાર ફેંકી દેનાર પુત્ર અને પુત્રવધુને અત્રેની એક કોર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.મેટ્રોપોલીટન કોર્ટના મેજીસ્ટ્રેટ એ ખાાનગી કંપનીમાં નોકરી કરનાર 40 વર્ષના પતિ અને તેની 34 વર્ષની પત્નીને સખ્ત કેદની સજા ઉપરાંત રૂપિયા દસ દસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. દંપત્તિ પર કલમ 341,506 અને અન્ય કલમો હેઠળ કેસ કરાયા હતા.
પુત્રની વિધવા માતાએ ખરાબ વર્તન કરનાર અને બળજબરી પૂર્વક ઘર પર કબજો લઇ પોતાના જ ઘરમાંથી કાઢી મૂકનાર પુત્ર અને પુત્રવધુ સામે ઓકટોબર 2015માં પોલીસ ફરિયાદ લખાવી હતી. માતાએ ફરીયાદમાં લખ્યું હતું કે તેમના બે પુત્રો અને એક પુત્રી છે જે તમામના પતિની હયાતીમાં જ લગ્ન થઇ ગયા હતા.પતિ-પત્ની બંને પોતાની માલિકીના મકાનમાં રહેતા હતા જ્યારે તેમના બાળકો પોતપોતાના પરિવાર સાથે અલગ રહેતા હતા.
ઓકટોબર 2013માં, તેના પતિનું અવસાન થયું હતું અને તેમના મોટા પુત્ર અને તેની પત્નીએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. માતાએ જૂન 2013માં ઘર પુત્રે પોતાના નામે કરી લીધો હોવાની ફરીયાદ કરી હતી. વિધવા માતાએ ફરીયાદ કરી હતી કે પતિ-પત્ની બંનેએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. 13 ઓકટોબરે જ્યારે વિધવા માતા એક દિવસે ઘરમાંથી બહાર ગઇ હતી ત્યારે પુત્ર અને પુત્રવધુએ ઘરનો કબજો લઇ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.