દિવસેને દિવસે ચોરી(theft), લુંટ(robbery)નું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જે રાજસ્થાન(rajasthan)ના જયપુર(jaipur)નો છે. જેમાં મોડી રાત્રે બદમાશો આખેઆખા ATM મશીન લઈને જ ફરાર થઇ ગયા હતા. કાર સાથે બાંધીને બદમાશો 2 એટીએમ તોડીને લઇ ગયા હતા. ATMમાં 50 હજાર રૂપિયા હાજર હતા. મંગળવારે સવારે ભાંકરોટા પોલીસ સ્ટેશન(Police Station)ને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે એટીએમ બૂથમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજમાં 6 બદમાશો ગુનો કરતા જોવા મળ્યા હતા. પોલીસ એટીએમ લૂંટારાઓને શોધી રહી છે.
એસઆઈએ જણાવ્યું કે, બંને ATM સામસામે છે. બંને એટીએમ પર કોઈ સુરક્ષા ગાર્ડ તૈનાત નથી. મોડી રાત્રે બદમાશોએ એટીએમને નિશાન બનાવ્યું હતું. કાર સાથે દોરડું બાંધીને બંને એટીએમને ઉખાડી લઇ ગયા હતા. બંને એટીએમ કારમાં ભરી લઇ ગયા હતા. મંગળવારે સવારે લોકો જ્યારે બૂથ પર પૈસા ઉપાડવા પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. માહિતી મળતા ભાંકરોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
જયપુરમાં બદમાશોએ 2 એટીએમ ઉખાડી નાખ્યા – લૂંટની ઘટના CCTVમાં કેદ pic.twitter.com/6dfIdUMFK6
— Trishul News (@TrishulNews) August 10, 2022
પોલીસે બૂથમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. ફૂટેજમાં 6 બદમાશો લોખંડના સળિયા સાથે ATM લૂંટની ઘટનાને અંજામ આપતા જોવા મળે છે. બૂથમાં પ્રવેશતાની સાથે જ તેણે કેમેરા પર સ્પ્રે છાંટીને બંધ કરી દીધા હતા. પોલીસનું કહેવું છે કે લગભગ પોણા કલાકમાં બંન્ને એટીએમને લૂંટી લીધા હતા. એક ATMમાં 8 હજાર અને બીજા ATMમાં 38 હજાર રૂપિયા હતા. પોલીસ ફૂટેજના આધારે એટીએમ લૂંટારાઓને શોધી રહી છે. તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.