અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી દુષ્કર્મ અને છેડતીની ઘટના દરમિયાન ફરીવાર એક બળાત્કારની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે જયપુરથી બિહાર જઈ રહેલી 16 વર્ષની સગીરા પર ચાલુ ટ્રેનમાં દુષ્કર્મ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. રેલવે પોલીસ દ્વારા દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર એક સગીરા ગુમસુમ બેઠી હતી. જેની રેલવે પોલીસ ફોર્સની ટીમ દ્વારા પૂછપરછ કરતા તેના પર દુષ્કર્મ થયુ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
રાજધાની એકસપ્રેસમાં અટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યુ હોવાનુ પીડિતાએ કહ્યુ હતુ. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા એટેન્ડેન્ટ મળી આપવા તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બાબતે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાદમાં સમગ્ર કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, જયપુર સ્ટેશન પર મંગળવારે મોડી રાત્રે ખોટી ટ્રેનમાં બેસીને એક યુવતી પર બળાત્કાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં, બિહારના મુંગેરની એક સગીરા ઘરેથી ભાગીને જયપુર પહોંચી હતી. મંગળવારે સાંજે તે પટના જવા માટે જયપુર સ્ટેશન પહોંચી હતી. દિલ્હીથી અમદાવાદ જતી રાજધાની એક્સપ્રેસ લગભગ 12 વાગ્યે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી.
એસી ટ્રેન હતી જેથી તેણે કોચ એટેન્ડન્ટ સુનીલને પૂછ્યું કે, શું ટ્રેન પટના જશે? સુનીલે કહ્યું કે, ટ્રેન અમદાવાદ જશે, પણ તુ આવી જા, હું પટના પહોંચાડી દઇશ. ત્યારબાદ સગીરા ટ્રેનમાં ચડી ગઇ અને સુનીલે તેને બીજા એસી કોચમાં એટેન્ડન્ટ કેબિનમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ 20 મિનિટ પછી તેને ઉંઘ આવી ગઇ. જ્યારે તે લગભગ અડધા કલાક પછી જાગી ત્યારે તેના શરીર પર કપડાં નહોતા અને તેના મોંઢા પર કપડું બાંધેલું હતું. સુનીલે તેને ધમકી આપી અને તેને ચૂપ રહેવા કહ્યું.
બાદમાં સવારે 9 વાગ્યે અમદાવાદ સ્ટેશને પહોંચેલી યુવતીએ બહાર ઓટો રિક્ષા ચાલકને પટણા જવાનું કહ્યું અને નજીકમાં ઉભેલા આરપીએફ જવાનને શંકા ગઈ. તેમણે પોલીસ સ્ટેશન અને ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બળાત્કાર વિશે જણાવ્યું. મેડિકલમાં બળાત્કારની પુષ્ટિ થઈ અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.