સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમનો ભાંડાફોડ ,આશ્રમમાંથી યુવતી ગાયબ :જાણો શું છે સમગ્ર મામલો

પરિવારનો આક્ષેપ આ આશ્રમ સ્વામી નિત્યાનંદનો છે

અમદાવાદમાં હાથીજણમાં ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં આવેલા યોગીની સર્વાગ્ય પીઠમમાંથી કિશોરી ગાયબ થઈ હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. આશ્રમમાં છોકરીઓના પરિવાર અને આશ્રમ સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું. સ્વામી નિત્યાનંદનો આ આશ્રમ છે. તમિલનાડુથી કેટલીક છોકરીઓ દીક્ષા લઈને આ આશ્રમમાં રહેતી હતી. સગીર અને પુખ્ત એમ કુલ 17થી 18 છોકરીઓ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. એક પરિવાર તેમની બે પુત્રીઓને મળવા માટે આવ્યા હતા. પરંતુ તેમને મળવા ન દેવાયા.

ચોથી વખત પરિવારને તેમની પુત્રી સાથે ન મળવા દીધી

સતત ચોથી વખત પરિવારને તેમની પુત્રીને મળવા ન દેતાં મામલો બિચક્યો હતો.બે પુત્રીને મળવા ન દેવાતો હોવાનો માતા-પિતાએ મોટો આક્ષેપ કર્યો છે. તો એક પુત્રીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કિશોરીના પિતાએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી પુત્રીને મળવા દેતા નથી. એક પુત્રી પર દુષ્કર્મ કરાયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

મારી નાંખવાનો પણ થયો છે આક્ષેપ

એટલું જ નહીં બંને પુત્રીઓને મારી નાંખી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. યુવતીએ તમિલ ભાષામાં વીડિયો બનાવીને યુ-ટ્યુબ પર મુક્યો હતો. આ મામલે દક્ષિણ ભારતની યુવતીના આ પરિવારે ચાઈલ્ડ વેલ્ફેરમાં અરજી કરી હતી. જેને પગલે ચાઈલ્ડ વેલફેર અધિકારીઓ પોલીસ કાફલા સાથે સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યારે આશ્રમમાં તાળા લાગી ગયેલા હતા. આશ્રમવાસીઓએ તેમને અંદર પ્રવેશ ન કરવા દેતાં પોલીસ કાફલો બળપ્રયોગ કરીને તાળું તોડીને અંદર ઘૂસ્યો હતો. 40 બાળકોને ગેંધી રાખ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. હાલ આશ્રમની બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

શું છે ઘટના?

2013 થી એક દીકરો અને 3 દીકરીઓ સાથે પરિવાર બેંગ્લોર સ્થિત આશ્રમમાં કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ચારેય બાળકો પૈકી એક પુત્રીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઇ ગયો હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

15 દિવસ પહેલા પોલીસે એક દીકરી અને દીકરો છોડાવી આપ્યા

એક દીકરો અને બે દીકરીની શોધમાં પરિવાર અમદાવાદ આવ્યો હતો. જેમાં 15 દિવસ પહેલા આશ્રમ માંથી જ એક દીકરો અને એક દીકરી નાબાલિક હોવાથી પોલીસે આશ્રમ માંથી છોડાવી પરિવારને પરત કર્યા હતા.

પુખ્ત વયની દીકરી પરિવાર સાથે ન આવી

જો.કે તે સમયે અન્ય એક યુવતી પુખ્તવયની જે પરિવાર સાથે રહેવા તૈયાર ન થઈ હતી. જેથી તે આશ્રમમાં જ રહી હતી. પરંતુ શુક્રવારે મોડી રાત્રે પરિવાર દ્વારા ચાઇલ્ડ વેલફેરમાં અરજી કરવામાં આવી હતી.

ચાઈલ્ડ વેલફેરની હાજરીમાં પણ યુવતીને ન મળવા દેવાઈ

ચાઇલ્ડ વેલફેર ઓફીસરની હાજરીમાં આશ્રમે જવા છતા તેમને મળવા દેવાયા નહોતા. ત્યાર બાદ ચાઇલ્ડ વેલફેર ઓફીસરે સ્થાનિક પોલીસને બોલાવી હતી.

પોલીસ તપાસ વખતે યુવતી આશ્રમમાંથી ગાયબ

પોલીસની મધ્યસ્થતા બાદ પરિવારને અને ઓફીસરને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ ઉપરાંત ચાઇલ્ડ વેલફેર ઓફીસર અને યુવતીનો પરિવાર અંદર ગયો હતો. જેમાં પોલીસ દ્વારા અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો.કે અંદરથી યુવતી મળી નથી આવી ત્યારે મહત્વનો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે હાલ યુવતી છે ક્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *