સોશિયલ મીડિયામાં ઘણીવાર એવી ઘટનાઓ તેમજ વિડીયો સામે આવતા હોય છે કે જોઇને તેમજ સાંભળીને વિશ્વાસ જ થતો હોય. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.મિસૌરીમાં આવેલ એક પ્રાણી સંગ્રહાલયમાં બૉલ પાઈથને ઘણાં ઈંડાને જન્મ આપ્યો છે. જેને જોઈને ઝૂ કીપર્સ પણ હેરાન થઈ ગયા છે.
સેંટ લૂઈસ પોસ્ટ ડિસ્પૈચનાં જણાવ્યા પ્રમાણે સેંટ લૂઈસ ઝૂમાં કુલ 62 વર્ષિય ફિમેલ બૉલ અજગર છેલ્લા કુલ 15 વર્ષથી કોઈપણ નર અજગરનાં સંપર્કમાં આવી નથી. એમ છતાં પણ એણે ઈંડા આપ્યા છે. આ ઘટનામાં હેરાન કરનાર વાત તો એ છે કે, બૉલ પાઈથન માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ઈંડા આપવાની શરૂઆત કરે છે તથા 60 વર્ષની ઉંમરે આવતાં જ એ ઈંડા આપવાનું બંધ કરી દે છે.
આ ઘટના પછી જૂલોજિકલ મેનેજર માર્ક વાનનેર જણાવતાં કહે છે કે, આ વિશ્વની સૌથી વૃદ્ધ માદા અજગર છે. જેને આટલી ઉંમરે ઈંડા આપ્યા છે. ફેસબુક પર શેર કરેલ એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, બોલ પાઈથન એ મધ્ય તેમજ પશ્ચિમી આફ્રિકામાં જોવાં મળે છે. જે યૌન તથા અલૈંગિંક પ્રજનન કરવા માટે જાણીતી છે. જેને ફેંક્સેટિવ પાર્થેનોજેનેસિસ પણ કહેવામાં આવે છે.
સંગ્રહાલયનાં સત્તાવાળાએ જણાવતાં કહ્યું છે કે, સાપ પણ સ્પર્મને સ્ટોર કરવાં માટે પ્રખ્યાત છે. ત્યારે હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે, બંનેમાંથી કયુ સ્પષ્ટીકરણ સત્ય છે. જેનેટિક ટેસ્ટિંગ વિના સંગ્રહાલયના કર્મચારીઓને એ જાણ નહી થાય કે, બોલ પાઈથને યૌન અથવા અલૈંગિંક રૂપથી પ્રજનન કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle