મોંઘીદાટ ગાડીઓ નહિ પણ સામાન્ય બસમાં ‘કમલમ’ પહોચ્યા ભાજપ ઉમેદવાર- જાણો કોણ છે આ નેતા જેની સાદગીએ જીત્યા દરેકના દિલ

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના 156 વિજેતા ઉમેદવારો મુખ્યમંત્રીની બેઠક અંગેની ખાસ મીટીંગ દરમિયાન કમલમ પહોચ્યા હતા. 156 માંથી 155 ઉમેદવારો પોતાની મોંઘીદાટ ગાડીઓમાં કમલમ પહોંચ્યા…

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના 156 વિજેતા ઉમેદવારો મુખ્યમંત્રીની બેઠક અંગેની ખાસ મીટીંગ દરમિયાન કમલમ પહોચ્યા હતા. 156 માંથી 155 ઉમેદવારો પોતાની મોંઘીદાટ ગાડીઓમાં કમલમ પહોંચ્યા હતા. પરંતુ એક ઉમેદવાર એવા હતા જેવો બસમાં મુસાફરી કરી કમલમ ખાતે પહોંચ્યા હતા. આ ઉમેદવારનું નામ છે કરસન સોલંકી. આ હોદ્દેદારની સાદગી જોઇને હરકોઈ ચોંકી ઉઠ્યા હતા. કરસન સોલંકી પહેલેથી જ સામાન્ય વ્યક્તિ, સામાન્ય દેખાવ અને સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે.

ગઈકાલે કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીના નામની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત દરેક ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી 156 ઉમેદવારોને બેઠકમાં હાજર રહેવા સવારના 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. દરેક ભાજપના હોદ્દેદારો તેની મોંઘી દાટ ગાડીઓ લઈને કમલમ આવવા લાગ્યા હતા, તેઓ વચ્ચે એક હોદ્દેદાર એવા હતા જેવો પોતે બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા.

કડી વિધાનસભા પર કરસન સોલંકીએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આમ તો જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ છે. છતાં સામાન્ય માણસની જેમ રહેવાનું વધારે પસંદ કરે છે. કોઈપણ જગ્યાએ જવું હોય તો બસ અથવા ચાલતા જવાનું પસંદ કરે છે.

એક બાજુ 155 ઉમેદવારો પોતાની મોંઘી દાટ ગાડીઓ સાથે કમલમ પહોંચ્યા હતા, ત્યારે 65 વર્ષીય કરસનભાઈ સોલંકી બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા. કમલમ ચાલીને આવનારા કરસન સોલંકી ખૂબ જ સાદા પહેરવેશમાં હતા. પહેલી નજરે કોઈ પણ ન કહી શકે કે આ વિજેતા ઉમેદવાર હશે. પરંતુ કરસનભાઈની સાદગીએ દરેક ગુજરાતીઓના દિલ જીતી લીધા છે.

કરસન સોલંકી વ્યવસાયે ખેડૂત છે, અને છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણમાં પણ છે. કરસન સોલંકી 15 વર્ષ કરતાં વધુ સમયથી તાલુકા પંચાયતના રાજકારણમાં સક્રિય છે. માત્ર 12મા ધો. ભણેલા 65 વર્ષીય કરસનભાઈને આજે પણ દરેક જગ્યાએ ચાલતા જવાનું મન થાય છે. અહિયાં સૌથી રસપ્રદ વાત તો એ છે કે, તેઓ જે જગ્યાએથી સીટ જીત્યા ત્યાં લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હતા, તેમને હરાવી કરસનભાઈએ જીત મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *