પત્ની અને બાળકને નોંધારા મૂકી યુવકે ખાધો ગળાફાંસો- આ કારણે જન્મદિનના એક દિવસ પહેલા જ…

આપઘાત કરવો એ તો જાણે અત્યારે સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા…

આપઘાત કરવો એ તો જાણે અત્યારે સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. લોકો પોતાનું કે પોતાના પરિવારનું વિચાર્યા વગર જ અવળું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ચકચારી ઘટના પંજાબ (Punjab)ના લુધિયાણા(Ludhiana) જિલ્લામાંથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, નીરજ નામનો યુવક હબીબ ગંજ વિસ્તારમાં આવેલી કોલોનીમાં તેમના પરિવાર સાથે રહેતો હતો. તેમજ તે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. તેણે એક વર્ષ પહેલાં જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી તેને સંતાનમાં એક બાળક પણ છે. તેમજ તે ખુબ જ ખુશીથી પોતાના પરિવાર સાથે રહેતો હતો.

આ દરમિયાન એક છોકરી નીરજને ઘણા સમયથી હેરાન કરી રહી હતી. આ છોકરી નિરંજનને અવારનવાર બોલાવતી હતી અને ફોન કરીને નીરતને પરેશાન કરતી હતી. નીરજ તે છોકરીથી ખુબ જ કંટાળી ગયો હતો. તેમજ તેણે આ અંગે ઘરના કોઈપણ સભ્યોને પણ વાત કરી ન હતી. ટીમ છતાં પણ નીરજના કાકા મનુભાઈને આ વાતની જાણ હતી. જેના કારણે તે પોતાના ભત્રીજાને અવારનવાર સમજાવતા હતા.

આ પછી નીરજનો જન્મદિવસ આવી રહ્યો હતો. જેના કારણે પરિવારના લોકો જન્મદિવસને લઈને ખૂબ જ ખુશ હતા. પરિવારના લોકોને જન્મદિવસ ઉજવવાના હતા. જેના કારણે એક દિવસ પરિવારના લોકો તેમના ઘરની અગાસી પર જન્મદિવસના પ્લાનિંગ કરી રહ્યા હતા. આ સમયે નીરજને અગાસી પર આવવાનું કહ્યું, પરંતુ ઘણી વાર થઈ જતા તે આવ્યો ન હતો. આ દરમિયાન તેની પત્નીએ નીચે આવી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નીરજે દરવાજો પણ ખોલ્યો ન હતો.

જેને પગલે તેની પત્ની દોડીને ટેરેસ પર ગઈ અને પરિવારના લોકોને બોલાવીને નીચે લઈ આવી હતી ત્યારબાદ પરિવારના લોકોએ દરવાજો તોડીને જોયું તો નીરજે પોતાના રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. જે જોઇને પરિવારના દરેક સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને થતા તે તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તિમજ મૃતકના કાકા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, એક યુવતી તેને અવારનવાર ફોન કરીને હેરાન કરી રહી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *