હવે આ તારીખથી ધારાસભ્યો પણ ક્રિકેટ રમતા દેખાશે- ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર યોજાવવા જઈ રહી છે ટુર્નામેન્ટ

ગુજરાત(Gujarat): રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ(Cricket Tournament) યોજાવવા જઈ રહી છે જેમા ધારાસભ્યો ક્રિકેટ મેચ રમશે. મહત્વનું છે કે, આ મેચ આગામી 20 તારીખે ધારાસભ્યોની ટુર્નામેન્ટ યોજાશે. માત્ર એટલું જ નહી પણ ધારાસભ્યો(MLAs)ની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાશે.

મહત્વનું છે કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની ચુકી છે. આ મેચ 20મી તારીખથી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા પછી મેચનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ મેચ ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવામ આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા મુદ્દે ઉદાસીનતા જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં શિક્ષણ વિભાગ દ્વારા એક પણ નવી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજુરી આપવામા આવી નથી.

મહત્વનું છે કે, વર્ષ 2021 અને 22 માં દ્રારકા અને જામનગર જિલ્લામાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને એકપણ મંજુરી આપવામાં આવી નથી. જ્યારે નોન ગ્રાન્ટેડ પ્રાથમિકમાં કુલ નવી 30 શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે વર્ષ 2021 અને 2022માં દ્રારકા અને જામનગર જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપવામાં આવી નથી અને નોન ગ્રાન્ટેડ 6 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો વર્ષે 2021 અને 22 માં ભરુચ અને બોટાદ પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપવામાં આવી નથી જ્યારે પ્રાથમિક નોન ગ્રાટેન્ડ શાળાને કુલ 27 શાળાઓને મજૂરી આપવામાં આવી છે તેવી જ રીતે ભરૂચ અને બોટાદ વર્ષ 2021 અને 22 માં નોનગ્રાન્ટેડ માધ્યમિક ની બે શાળાને મજૂરી આપવામાં આવીછે.આમ સરકારની નીતિ મૂજબ સરકારી શાળાઓ નવી શરૂ કરવાના બદલે ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *