રાજકોટ(ગુજરાત): પવિત્ર શ્રાવણ માસના છેલ્લો સોમવારે હોવાથી રાજકોટ શહેરના પંચનાથ મહાદેવ મંદીરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. એ દરમિયાન બે વ્યક્તિએ ભાવિકોના ખિસ્સામાં હાથ નાખી મોબાઇલ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અંગે મંદિરમાં ઉપસ્થિત લોકોએ ચોરોને રંગે હાથ પડકી જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ એ ડીવીઝન પોલીસને ચોરોને સોપ્યો હતો.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, રાજકોટના પંચનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનનો લાભ લેવા માટે આવેલા લોકો વચ્ચે જઈને ચોરોએ મોબાઈલ ચોરી કરતા લોકોને મંદિર પરિસરમાં જ રંગે હાથ ઝડપી પાડયા હતા. ત્યારબાદ તેને મંદી૨ બહા૨ લાવીને જાહે૨માં બન્નેને મેથીપાક આપ્યો હતો. પછીથી તેને એ ડીવીઝન પોલીસને જાણ કરીને તેનો સ્ટાફ પંચનાથ મહાદેવ મંદીરે પહોચી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓને પકડીને તેની વધુ પુછપ૨છ શરુ કરી હતી. જેમાં અગાઉ શહે૨માં થયેલી ચોરીના ભેદ સામે આવ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, આજથી 6 મહિનો પહેલા રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં શહેરના વિસ્તારમાં સમાન ધર્મેન્દ્ર રોડ પર બેગની દુકાનમાં ફકીરના વેશમાં યુવક ભિક્ષા માંગવા માટે આવે છે, વેપારી તેમજ ગ્રાહક હાજર હોવા છતાં ફકીર જેવા લાગતા આ યુવકે થોડાક જ સમયમાં જ કાઉન્ટર પર પડેલ મોબાઈલની ચોરીં કરીને ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.