શ્રી બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS) મોડાસા શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા કોરોના સામે લડવા અને દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે અર્થે 15 લાખની કિંમતના ઓકસીજન મશીનોનું કરવામાં આવ્યું છે. કોરોના મહામારી સામેની જંગ લડી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા જીલ્લાની સાર્વજનિક હોસ્પિટલ સાથે સાથે અન્ય કોરોના હોસ્પિટલોને આઠ જેટલા ઓકસીજન કોન્સન્ટ્રેટર અને ૧૬ જેટલા પલ્સ ઓકસોમીટર મશીનનુ દાન ટ્રસ્ટ મંડળ,તંત્ર અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
એકતરફ સમગ્ર દુનિયાભરમાં કોરોનાની મહામારી એ માજા મૂકી છે અને બીજીબાજુ હાલ ચારેબાજુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અરવલ્લીમાં વધી રહેલા સંક્રમણ સામે જરૂરતમંદ કોરોના ગ્રસ્તને બેડ, દવા, ઈન્જેકશન કે ઓકસીજન પણ સમયસર મળી રહ્યા નથી. આ તમામ જરૂરી સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં તંત્રની ખોટ દેખાઈ રહી છે અને ક્યાંકને ક્યાંક નિષ્ફળ થઇ રહી છે.
આવા સમય વચ્ચે સેવાભાવી સંસ્થાઓ આવી ભયંકર મહામારીમાં લોકોની મદદે આવી છે. BAPS સંપ્રદાય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સમગ્ર વિશ્વભરમાં કોરોના સામે આધ્યત્મિક તથા સેવાકીય પ્રવૃત્તીઓમાં સદા અગ્રેસર રહ્યું છે અને હાલ કોરોના મહામારી સમયે પણ BAPS સંસ્થાએ લોકોની સેવામાં કોઈ કરકસર છોડી નથી. ત્યારે મોડાસા ખાતેના શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર દ્વારા ૧૫ લાખ રૂપિયાના આઠ જેટલા ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન અને ૧૬ જેટલા પલ્સ ઓકસોમીટર મશીનોનું દાન આપવામાં આવ્યું છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં તેમજ અન્ય કોરોનામાં સારવાર આપતી હોસ્પિટલોમાં BAPS મંદિર દ્વારા આપવામાં આવી હતી.
મોડાસા જીલ્લાના નૂતન BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા પૂજય સંતો દ્વારા વિધીવત સેવા-પૂજા અને શાંતીપાઠ કરી આ કોરોના મહામારીનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સંત નિર્દેશક પૂજ્ય મંગલપુરુષ સ્વામી, પૂજ્ય આનંદયોગી સ્વામી સહિત ડો. જે.બી.સોમપુરા અને ડો. જીતેન્દ્ર પટેલ સહિતના અગ્રણી હરીભક્તો અને અન્ય સેવાભાવીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. આ મશીન દ્વારા દર 10 મીનીટે 10 લીટર ઓકસીજન મળે છે અને એક સાથે બે દર્દીઓને ઓકસીજન આપી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.