‘રામ રાખે એને કોણ ચાખે’ – રોડ પર ચાલી જતી મહિલા પર અચાનક જ બે માળનું મકાન થયું ધરાશાયી, જુઓ વિડીયો

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ૩ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે તથા…

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ૩ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે તથા પંપથી પાણીને કાઢવામાં આવી રહ્યું છે. અતિભારે વરસાદને લીધે હૈદરાબાદમાં રાહતકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

આની સાથે જ NDRF તથા સેનાની પણ મદદ અહીં લેવામાં આવી રહી છે. બુધવાર ઘણા લોકોને રાહત બચાવ કાર્ય હેઠળ રાખવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારે સેનાથી અનુરોધ કર્યો હતો. ત્યારપછી સેનાનાં કર્મીઓએ બંદગગુડા વિસ્તારમાં રાહત તથા બચાવ કાર્યની શરૂઆત કરવામાં આવ્યું છે.

આની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે હૈદરાબાદની સ્થિતિને સારી રીતે વર્ણવી રહ્યો છે. અહીં આની પહેલા ઘણા એવા વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યા છે. જેમાં મોટી-મોટી ગાડીઓ પાણીમાં તરતી હોય છે.

બીજી બાજુ એક એવો વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં મહિલા રોડ પર ચાલી રહી છે તથા અચાનક જ એની બાજુમાં રહેલ કુલ 2 માળનું મકાન ધરાશાયી થયુ હતુ. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા એકદમ તે મકાનની બાજુમાં ચાલી રહી છે તથા દોડીને પોતાનો જીવ બચાવે છે. વળી રોડ પર કેટલાક વાહનો પણ પસાર થઇ રહ્યા છે. એ પણ અચાનક અટકી જાય છે.

જો કે, મોતને એક ક્ષણમાં માત આપીને આ મહિલા દોડીને પોતાનો જીવ બચાવી લે છે. ઘણા લોકોએ આ વીડિયો જોઇને જણાવે છે કે, મારવા કરતા બચાવનાર મોટો છે. હકીકતમાં આ મહિલાના જીવનમાં જીવવાનું લખ્યું હશે કે, એ એક ક્ષણમાં તે જગ્યાએથી ભાગીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

હૈદરાબાદમાં અતિભારે વરસાદ બાદ ઘણા મકાન ધરાશાયી થઈ થયા છે. વરસાદમાં કેટલાંક લોકો પોતાના જીવ પણ ગુમાવી બેઠાં છે. બુધવારે અહીં રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજ તથા ઓફિસમાં રજા જાહેર કરવામાં આવી હતી તથા લોકોને ઘરમાં જ રહેવાનું સૂચન આપ્યું હતું. શમશાબાદમાં ગગનપહાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાથી એક જ પરિવારના કુલ ૩ લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *