નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અને કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પનગઢીયાએ જણાવતા કહ્યું હતું કે, “કોરોના વાયરસની કટોકટી સાથે, તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે ( તારીખ 1 માર્ચથી 30 ટકાથી વધુનો ઘટાડો). ભારત ક્રૂડ ઓઇલનો મોટો આયાત કરનારો દેશ છે.
તેલના ભાવમાં બેરલ દીઠ 10 ડૉલરના ઘટાડાથી ભારતને 15 અબજ ડૉલરનો ફાયદો થયો છે. કિંમતોમાં બેરલ દીઠ સરેરાશ 65 ડૉલરથી 30 ડૉલરની સપાટી પર આવી ગયા છે. આનાથી ભારતને આશરે 50 અબજની રાહત મળી છે. એટલે કે ચોક્ખા શબ્દોમાં કહીએ તો ભારતને આનાથી અબજો રૂપિયાનો ફાયદો થયો છે.
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ અને RBIના ગવર્નર સી રંગરાજને જણાવતા કહ્યું હતું કે, “જો કોરોના વાયરસને અસર ન થાય તો પણ ચાલુ વર્ષમાં રાજકોષીય ખાધ બજેટ લક્ષ્યાંક કરતા વધારે હોત. વાયરસની રોકથામ, તપાસ અને આરોગ્યસંભાળને થતા નુકસાનમાં વધુ વધારો થશે. તેથી સરકાર માટે વધારાના રાહતભર્યા પગલાંની સીમિત મર્યાદિત થઈ જશે.
મોદી સરકારની મોટી જાહેરાત: આ યોજના હશે તો કોરોનાનો ઈલાજ મફત થશે, જાણી લો લાખો રૂપિયા બચી જશે
મોદી સરકારની મોટી જાહેરાત: આ યોજના હશે તો કોરોનાનો ઈલાજ મફત થશે, જાણી લો લાખો રૂપિયા બચી જશે