નવી સરકાર બને તે પહેલા જ કામ શરુ! ગુજરાતમાં શિક્ષણને લઈને લેવાયો મોટો નિર્ણય, વિધાર્થીઓ થશે ખુશખુશાલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections 2022) પૂરી થતાની સાથે જ સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં શાનદાર જીત બાદ…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections 2022) પૂરી થતાની સાથે જ સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં શાનદાર જીત બાદ કેન્દ્ર સરકાર(Central Govt) દ્વારા રાજ્યમાં 25 નવી ફાર્મસી કોલેજો(Pharmacy Colleges)ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કોલેજોને મંજૂરી મળતાની સાથે જ અનેક વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. મહત્વનું છે કે, અગાઉ ફાર્મસીના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવું પડતું હતું. પરંતુ 25 કોલેજોને મંજૂરી મળતા હવે ગુજરાતમાં 1400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, એટલે કે અન્ય રાજ્યમાં જવું નહિ પડે.

ગુજરાતમાં 25 ફાર્મસી કોલેજને સરકારે આપી મંજૂરી:
મહત્વનું છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બેચલર ઓફ ફાર્મસીની 18 કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે, સાથે જ ડિપ્લોમાં ઈન ફાર્મસીની 7 કોલેજને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ બેચરલ ઓફ ફાર્મસીની 1000 કરતા વધુ અને ડિપ્લોમાં ઇન ફાર્મસીની 400 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

1 હજાર 400 વિદ્યાર્થીઓને થશે સીધો જ લાભ
ઉલ્લેખનીય છે કે, નવી કોલેજનું નિર્માણ થયા બાદ 1 હજાર 400 વિદ્યાર્થીઓને લાભ થશે. સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં જવું પડતું હતું તે હવે જવું પડશે નહીં. અમે તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ફાર્મસીની સીટો ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓ ફાર્મસીનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જતાં હતા. કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય બાદ ફાર્મસી એજ્યુકેશનમાં પણ ગુજરાત હવે મોખરે રહેશે. એક સાથે 25 કોલેજોને મંજૂરી આપવામાં આવતા હવે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ ફાર્મસીનો અભ્યાસ કરી શકશે.

ભૂપેન્દ્ર પટેલ ફરી બનશે ગુજરાતના મુખ્યમંત્રી:
ગઈકાલે ભાજપ વિધાયક દળની મીટિંગ બાદ સર્વસંમત્તિથી ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે સ્વીકારી લીધેલ છે, ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. 12 ડિસેમ્બરનાં રોજ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી મુખ્યમંત્રી પદનાશપથ લેશે.

ભૂપેન્દ્ર પટેલની સરકારનાં મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને મળી શકે છે સ્થાન:
એક અનુમાન મુજબ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાના મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન આપી શકે છે. જે પૈકી 9 કેબિનેટ મંત્રી અને બાકી રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *