મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું રેલવે બજેટ, ભારતમાં હાઇડ્રો ટ્રેન દોડશે: રેલમંત્રી દર્શના જરદોશ

સમગ્ર દેશની સૌથી મોટી રેલવે વ્યવસ્થાને મજબૂત, સુરક્ષિત અને દેશના ખૂણે ખૂણાને જોડતી વ્યવસ્થા બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રેલવે વિભાગને ફાળવામાં આવ્યું છે. ભારતીય રેલ્વેને વૈશ્વિકસ્તર ઉપર ઉત્તમ વ્યવસ્થા તરીકે સ્થાપિત કરવા 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે 2013-14 માં કરેલ 26 હજાર કરોડથી 9 ગણી વધુ છે.

રેલવે માટે બજેટ 2023 માં કરવામાં આવેલ ફાળવણી

• રેલ્વેને કુલ 2.40 લાખ કરોડની ફાળવણી
• અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી 2013-14 કરતા 9 ગણી વધુ ફાળવણી
• અત્યારે દર વર્ષે નવી, ડબલીકરણ, ગેઈજ પરિવર્તન વિગેરે રેલવે લાઈનો દર વર્ષે 4500 કિલોમીટર થતી હવે 7000 કિલોમીટર પ્રતિવર્ષનું લક્ષ્યાંક
• 1000 ફ્લાયઓવર-ફુટઓવર અને સબ-વે બનાવાશે
• સબ-વે ની ડિઝાઈન બદલાશે જેથી ચોમાસામાં ત્યાં પાણી જમા ન થાય

• 1275 રેલવે સ્ટેશનોને વિકસીત કરાશે જેમાંથી 48 નું કાર્ય શરૂ થઈ ગયું. 2000 સ્ટેશનો પર જનસુવિધા કેન્દ્ર ખુલશે.
• હાલની 25000 ટિકિટ પ્રતિ મિનીટની ક્ષમતાને વધારી 225000 અને ઈન્કવાયરીની ક્ષમતા 4000000 પ્રતિ મિનીટ કરવામાં આવશે,
• એક સ્ટેશન એક ઉત્પાદનને પ્રોત્સાહન
• વંદેં મેટ્રો ટ્રેન અને હાઈડ્રોજન ટ્રેઈનનું પ્લાનીંગ
• પશ્વિમ રેલ્વેને કૂલ 16182 કરોડ રૂપીયાની ફાળવણી

• ગુજરાતને 8332 કરોડ રુપીયાની ફાળવણી જે 2009-2014 સુધીની થયેલી ફાળવણી 589 કરોડના કરતા 14 ગણી વધારે છે.
• નિર્માણ કામો માટે 5014 કરોડ, નવી લાઈનો માટે 1012 કરોડ, ગેઈજ પરિવર્તન માટે 2643 કરોડ, ડબલીકરણ માટે 1359 કરોડની ફાળવણી
• રેલવે ઓવર બ્રીજ, આરયુબી/એલ એચ એસ, રેલવે ક્રોસીંગ વગેરે માટે 930.28 કરોડની ફાળવણી
• ગ્રાહક સુવિધા કાર્યો માટે 1379.42 કરોડની ફાળવણી
• 1320 કરોડ હાલની દિલ્હી-મુંબઈ ના માર્ગ પર વડોદરા – અમદાવાદ સેક્શન સહિતની લાઈન પર સ્પીડને 16/કીલોમીટરથી વધારી 200 કિમી પ્રતિ કલાક કરવા માટે ફાળવણી

• કોમ્પ્યુટરીકરણ માટે 8.51 કરોડની ફાળવણી
• ગુજરાત માં રેલ્વેની વ્યવસ્થા સુધારવા માટે
• નવી લાઈનો-ગેઈજ પરિવર્તન-ડબલીકરણ માટે – 41 યોજનાઓ,4350 કી. મી. અને 36437 કરોડની ફાળવણી
• 2014થી આજ પર્યંત કૂલ 828 આર.ઓ.બી. બનાવાયા
• વિવિધ નવી પરિયાજનાઓ માટે નવી લાઈનો માટે ગુજરાત અને મધ્યપ્રદેશને આવરીને 1012 કરોડ 8 નવી યોજનાઓ
• ગેજ પરિવર્તન માટે ગુજરાત અને મધ્યપ્રદેશને આવરીને 2643 કરોડ અને 23 યોજનાઓ

• મુંબઈ સેન્ટ્રલ-વિરાર-વડોદરા-અમદાવાદ રૂટ પર ટ્રેન સુરક્ષા પ્રણાલી 500 કી. મી. ના રુટ પર 10 કરોડ રુપીયાની ફાળવણી
• પશ્ચિમ રેલવે પ્લેટફોર્મ ઉપર એસકેલેટર – 65 અંદાજે 1.88 કરોડ. 70 જેટલી માટે લિફ્ટ સુવિધા માટે 4.44 કરોડ
• સોલાર ઊર્જાના કામો માટે ભાગીદારીમાં 183.75 કરોડની ફાળવણી
• પશ્ચિમ રેલ્વે ઉધના સ્ટેશન અપગ્રેડેશન માટે 140 કરોડ
• અમૃત ભારત સ્ટેશન યોજનામાં ગુજરાતના 87 સ્ટેશનોનો સમાવેશ કુલ 5075 કરોડની ફાળવણી જેમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનોનો સમાવેશ સુરત માટે 980 કરોડ અને ઉધના માટે 224 કરોડની ફાળવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *