PM મોદીએ એવી કઈ યોજનાની મજાક ઉડાવેલી જે આજે ગરીબોનું ઘર ચલાવવા મદદ કરી રહી છે?

મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ઘણી બધી યોજનાઓ અમલમાં આવી છે.અને લોકોને સરકારી યોજનાઓનો લાભ પણ સમયસર મળવા લાગ્યો છે. લોકસભામાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે લોકસભામાં લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

લોકસભામાં સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નામ લીધા વિના જ કટાક્ષ કર્યો હતો કે અમુક લોકો આ યોજનાને લાગુ કરવાના વિરોધમાં હતા અને મજાક ઉડાવી રહ્યા હતા. આ યોજનાની હાંસી ઉડાવવામાં આવતી હતી. પરંતુ આ કોરોના કાળમાં આ યોજનાને લીધે કરોડો ગરીબોને સમય પર મદદ મળી હતી.

મનરેગા સ્કીમની ઘણા લોકોએ અમુક વર્ષ પહેલા હાંસી ઉડાવી હતી. પણ આ સ્કીમે કોરોના કાળમાં જ્યારે લોકડાઉન લાગ્યું તો કરોડો ગરીબોને સમય પર મદદ પહોંચાડવાનું કામ કર્યું. આ યોજના સરકારની આબરૂ બચાવી લોકો સમક્ષ મદદ લઈને આવી હતી. ત્યારે આ બાબતે ગુરવારે ભારતના ઘણાં બધા સંસદ સભ્યો માંન્રેગા બાબતે ખુબ સારું નિવેદન અને લોકો સુધી યોજના કઈ રીતે પોહચી અને હાલ લોકો માંન્રેગા યોજનાનો લાભ લઇ રહ્યા છે તે બાબતે ઘણાં બધા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધીએ મનરેગા સ્કીમની બજેટ વહેંચણીમાં કાપ મૂકવાને લઇ પણ સવાલ ઊભો કર્યો. તેમણે કહ્યું, હું કેન્દ્ર સરકાર સામે માગણી કરું છું કે મનરેગા સ્કીમ માટે બજેટ ફાળવવામાં આવે. કામના 15 દિવસોની અંદર મજૂરોના ખાતામાં તેની ચૂકવણી થઇ જવી જોઇએ. આમ સોનિયા ગાંધીએ માંન્રેગા યોજનામાં ઝડપથી કામ થાય અને લાભાર્થીઓને ઝડપથી સરકારની યોજનાનો લાભ મળે તેવી વિનંતી કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે મનરેગાના લાભાર્થીઓ ને ચુકવણીમાં મોડું થાય છે ત્યારે જો કોઇપણ રીતે મોડુ થાય છે તો પછી તેની ક્ષતિપૂર્તિ થવી જોઇએ. સોનિયા ગાંધીએ મનરેગા સ્કીમમાં ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોર્યું. રાજ્ય સરકારોને કહેવું જોઇએ કે તેમના વાર્ષિક પ્લાન ત્યાં સુધી અપ્રૂવ નહીં થાય જ્યાં સુધી તેઓ સોશિયલ ઓડિટ કરાવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *