આ ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં રહેવાવાળા ભારતીય લોકોને મળવા જઈ રહ્યા છે.
આની પહેલા તે 2014માં ન્યૂયોર્કમાં અને 2016માં સિલિકોન વેલીમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જશે. સમાચાર દ્વારા જાણકારી મળી છે કે તે ત્યાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં પણ ભાગ લેશે. તેની સાથે અમેરિકામાં રહેતા ભારતીય લોકોને પણ સંબોધિત કરશે.
ન્યુઝ એજન્સી મુજબ, ભારતીય પ્રવાસીઓની લોક સંખ્યા ને જોઈને હાલમાં તો હ્યુસ્ટન અને શિકાગોમાં થી કોઈપણ એક ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવશે. હાલમાં આ ઘટનાની જાણકારી વિશે કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સરકાર 22 સપ્ટેમ્બર ના રોજ હ્યુસ્ટનના ભારતીય લોકોને સંબોધિત કરશે.અને ત્યાર પછી 23 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી યુએનમાં જઈને જળવાયુ પરિવર્તન ઉપર વિશેષ બેઠકમાં આ ભાષણ દેવાના છે.
ન્યૂયોર્ક અને સિલિકોન માં કાર્યક્રમ કરી ચૂક્યાં છે, નરેન્દ્ર મોદી..
હ્યુસ્ટન અને દુનિયા ની વીજળી ની રાજધાની કહેવામાં આવે છે. નરેન્દ્ર મોદી માટે પણ વીજળીની સુરક્ષા એ પ્રાથમિક બાબત પર રહેલી છે. 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીનો આ ત્રીજો મોકો મળ્યો છે. જય માં નરેન્દ્ર મોદી અમેરિકા માં ભારતીય લોકો અને અમેરિકન લોકોની સામે ભાષણ દેવાના છે. આ પહેલા પણ 2014માં ન્યૂયોર્ક ના મેડિસન ગાર્ડનમાં અને 2016માં સિલિકોન વેલીમાં નરેન્દ્ર મોદીનો કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.આ બને ઘટના વખતે ભારતીય લોકોની ખૂબ જ વધુ ભીડ જોવા મળી હતી. એક અનુમાન પ્રમાણે આ કાર્યક્રમમાં 20હજારથી પણ વધુ લોકો નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે પહોંચ્યા હતા.
70 હજારની ક્ષમતા વાળા એનઆરજી સ્ટેડિયમમાં થઈ શકે છે આ કાર્યક્રમ….
હ્યુસ્ટનમાં થવાના કાર્યક્રમની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં વેસ્ટ લોકોનું કહેવું છે કે આ કાર્યક્રમનું આયોજન એન.આર.જી સ્ટેડિયમમાં કરવામાં આવશે. જેમાં 70000 જેટલા લોકોની ક્ષમતા રહેલી છે.કાર્યક્રમ માં રાખવા માટેનું એક કારણ એવું પણ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. પાછળના વર્ષોમાં હ્યુસ્ટનના મેયર સાથે નરેન્દ્ર મોદીની બેઠક પણ ઘણી વખત થયેલી છે. જેના કારણે તેમના સંબંધો પણ સારા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.