વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે ફીટ ઇન્ડિયા આંદોલનનો પ્રારંભ કરશે. આંદોલનનો મુખ્ય હેતુ દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિ તેમજ રમત-ગમત નો વિકાસ કરવાનો છે. આ કાર્યક્રમ દૂરદર્શન ઉપર લાઈવ બતાવવામાં આવશે.
ફીટ ઇન્ડિયા કાર્યક્રમ દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં મોટી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને બતાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. આ દિવસે વિદ્યાર્થી અને સ્કૂલ અથવા કોલેજના સ્ટાફ ના દરેક વ્યક્તિઓ ને ફિટનેસ ની પ્રતિજ્ઞા લેવામાં આવશે.
29 ઓગસ્ટ વિશ્વ રમત ગમત દિવસ:
29 ઓગસ્ટનો દિવસ વર્લ્ડ સ્પોર્ટ્સ ડે છે. જેના કારણે આ દિવસે ફીટ ઇન્ડિયા આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અભિયાન દ્વારા દરેક કોલેજ અને યુનિવર્સિટી એ પંદર દિવસની ફીટનેસ પ્લાન તૈયાર કરવામાં આવશે. અને આ પ્લાન કોલેજ અથવા યુનિવર્સિટીએ વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.
મંત્રાલય દ્વારા પ્રોમો બહાર પાડવામાં આવ્યો.
ફીટ ઇન્ડિયા અભિયાન પર વડાપ્રધાન દ્વારા મંત્રાલય વતી એક પ્રોમો મારવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન પોતે 29 ઓગસ્ટે યોજાનારા આ અભિયાનમાં જોડાવા માટે લોકો સાથે વાત કરી રહ્યા છે. પ્રોમોમાં વડાપ્રધાને કહ્યું છે કે,તેઓ જાતે ૨૯ ઓગસ્ટે આ વિષય પર વિગતવાર ચર્ચા કરશે તેમજ દેશના દરેક વ્યક્તિને આ અભિયાન સાથે જોડશે.
29 ઓગસ્ટે યોજાનારા આ કાર્યક્રમ માટે દરેક કોલેજ યુનિવર્સિટી દ્વારા એક ટૂંકી વિડીયો ક્લિપ પણ તૈયાર કરવાની રહેશે. આ સિવાય કેટલાક ફોટોગ્રાફ્સ પણ બનાવવાના રહેશે. કાર્યક્રમ દરમ્યાન દરેક કોલેજ અને યુનિવર્સિટી એ ફિટનેસને લઈને પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે અને શૈક્ષણિક સંસ્થામાં જુદી જુદી જગ્યાએ પ્રમોશનલ સામગ્રી લગાવવી પડશે. આ ઉપરાંત ફીટ ઈન્ડિયા આંદોલન અંગે કોલેજ અથવા યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા પ્રવચન,રેલી અને એક્ટિવિટી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.