વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં 50 દિવસમાં 142 રેલીઓ કરી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 67 દિવસમાં 129 રેલીઓ કરી હતી. મોદીએ સૌથી વધારે 31 રેલીઓ ઉત્તરપ્રદેશ અને 17 રેલીઓ પશ્વિમ બંગાળમાં કરી હતી. રાહુલે મધ્યપ્રદેશમાં 18 અને ઉત્તરપ્રદેશમાં 17 રેલીઓને સંબોધિત કરી હતી. મોદીએ રેલી કરી જે બેઠકોને કવર કરી, તેમાંથી 111 સીટ પર ભાજપ જીતની નજીક છે. ગત વખતે ભાજપે આમાથી 92 બેઠકો પર જીત મેળવી હતી. રાહુલે આ વખતે 129 રેલીઓ આધારે જે 120 બેઠકોને કવર કરી છે તેમાંથી કોંગ્રેસ ફક્ત 16 બેઠકો પર આગળ છે. ગત વખતે કોંગ્રેસે આ 120માંથી 22 બેઠકો પર જીત મેળવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જે જગ્યાઓએ સભાઓ ગજવી હતી તેમાંથી ૮૦% બેઠકો ભાજપ જીતવામાં સફળ થયું છે જયારે રાહુલ ગાંધીએ જે જગ્યાઓ પર સભાઓ ગજવી હતી ત્યાં કોંગ્રેસે ગઈ વખત કરતા પણ વધુ બેઠકો ગુમાવવી પડી છે, રાહુલની સભાઓથી કોંગ્રેસ માત્ર ૧૨% બેઠકો જ જીતી શક્યું છે. જયારે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બનેલા હર્દીકનો ફટાકડો હવાઈ ગયો હોય તેમ એક પણ બેઠક કોંગ્રેસ જીતી શક્યું નહી.
મોદીએ 5 રાજ્યોમાં 75 રેલીઓ કરી, જેની 49 બેઠકો પર BJP આગળ
મોદીએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં 75 રેલીઓ કરી હતી. આ પાંચ રાજ્યોમાં ભાજપ 49 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે રાહુલે કુલ 5 રાજ્ય- મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને કર્ણાટકમાં 64 રેલીઓ કરી અને કોંગ્રેસ અહીં 10 બેઠકો પર આગળ ચાલી રહી છે.
મોદીએ 27 રાજ્ય, રાહુલે 26 રાજ્યો કવર કર્યા
10 માર્ચે આચાર સંહિતા લાગુ થયાના બીજા જ દિવસે 11 માર્ચથી રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. રાહુલે દિલ્હીથી પ્રચાર શરૂ કર્યો અને છેલ્લી રેલી હિમાચલ પ્રદેશના શિમલામાં કરી હતી. રાહુલે 67 દિવસોમાં 1,23,466 કિમીની મુસાફરી કરી અને 26 રાજ્યોને કવર કર્યા. મોદીએ 28 માર્ચથી મેરઠથી પ્રચાર શરૂ કર્યો છે અને છેલ્લી રેલી 17 મેના રોજ મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી. આ દરમિયાન મોદીએ 27 રાજ્યોને કવર કર્યા અને 1,33,329 કિમીની મુસાફરી કરી હતી.
મોદીનું ફોકસ ઉત્તરપ્રદેશ અને બંગાળ પર
મોદીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધારે 31 રેલીઓ યુપીમાં કરી હતી.આવું એટલા માટે કર્યું કારણ કે 2014ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધને અહીંની 80માંથી 73 બેઠકો જીતી હતી. જેના માટે વડાપ્રધાન પોતે બીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ઉત્તરપ્રદેશ બાદ મોદીએ પશ્વિમ બંગાળમાં સૌથી વધારે 17 રેલીઓ કરી હતી. આ જ કારણ છે કે આ વખતે ભાજપે પશ્વિમ બંગાળમાં 23 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું.
રાહુલે ઉત્તરપ્રદેશની સાથે સાથે મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં સૌથી વધારે રેલીઓ કરી
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમં સૌથી વધારે 18 રેલીઓ કરી હતી. કોંગ્રેસ અહીં 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. ગત વખતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી બે બેઠક ગુના અને છિંદવાડા જ જીતી શકી હતી. આ વખતે રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ સારા પ્રદર્શનની આશા છે. રાહુલે ઉત્તરપ્રદેશમાં 12 રેલીઓ કરી. જેમાંથી 2-2 વખત અમેઠી અને રાયબરેલીમાં રેલી કરી. અમેઠીથી ખુદ રાહુલ જ્યારે રાયબરેલીથી માતા સોનિયાએ ચૂંટણી લડી હતી. આ બન્ને રાજ્યો સિવાય રાહુલે રાજસ્થાનમાં પણ 12 રેલીઓ કરી અને તેનું કારણ પણ એ જ છે કે તાજેતરમાં જ અહીં કોંગ્રેસની સરકાર બની છે.
મોદીએ 2014માં 140 બેઠકો પર રેલીઓ કરી હતી, ભાજપે આમાથી 92 બેઠકો જીતી હતી
મોદીએ 2014માં 140 લોકસભા બેઠકો રેલી કવર કરી હતી. જેમાંથી ભાજપે 92 બેઠકો પર જીત નોંધાવી હતી. જેમાંથી 66 નવી બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે તે પોતાની જુની 26 બેઠકો બચાવવા માટે સફળ રહી હતી. મોદીએ જ્યાં રેલીઓ કરી હતી, ત્યાં કોંગ્રેસ ફક્ત 9 બેઠકો જ જીતી શકી હતી.
આ પાંચ રાજ્યોમાં મોદીએ સૌથી વધુ રેલી કરી, તેમાંથી ગત વખતે ભાજપે 54 સીટ જીતી હતી
રાજ્ય | કેટલી બેઠક પર રેલી | ૨૦૧૪ માં કેટલી સીટ જીતી ? | ૨૦૧૯ માં ભાજપ કેટલી સીટ પર આગળ |
ઉતરપ્રદેશ | 31 | 26 | 18 |
બંગાળ | 17 | 2 | 10 |
મધ્યપ્રદેશ | 10 | 10 | 10 |
બિહાર | 9 | 6 | 6 |
રાજસ્થાન | 8 | 8 | 8 |
આ 5 રાજ્યોમાં રાહુલે સૌથી વધુ રેલીઓ કરી, જેમાંથી ગત વખતે કોંગ્રેસે 14 સીટ જીતી હતી
રાજ્ય | કેટલી બેઠક પર રેલી | ૨૦૧૪ માં કેટલી સીટ જીતી ? | ૨૦૧૯ માં કોગ્રેશ કેટલી સીટ પર આગળ |
મધ્યપ્રદેશ | 31 | 26 | 18 |
ઉતરપ્રદેશ | 17 | 2 | 10 |
રાજસ્થાન | 10 | 10 | 10 |
કેરલ | 9 | 6 | 6 |
કર્નાટક | 8 | 8 | 8 |