દેશમાં સિગારેટ બનાવતી ગોડફ્રે ફિલીપ્સ અને ફિલીપ મોરીસના માલિક એવા કે. કે. મોદી ગ્રુપમાંથી લલિત મોદીએ તેમનો હિસ્સો વેચી દેવાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી છે. મોદી ગ્રુપના સ્થાપક અને લલિત મોદીના પિતા કે. કે. મોદીનું મૃત્યુ ૨૦૧૯માં ૨ નવેમ્બરે થયું હતું અને એના ત્રણ મહિના બાદ જ લલિત મોદીએ તેમનો હિસ્સો વેચવાની વાત કરી છે. પિતાના નિધન બાદ ગોડફ્રે ફિલીપ્સ ઈન્ડિયા લિમિટેડમાં લલિત મોદીની મમ્મી બીના મોદીને ચેરપર્સન બનાવવામાં આવતાં લલિત મોદી નારાજ થયા હતા. માતા અને દીકરા વચ્ચે ઝઘડો હોવાની ચર્ચા છે.
લલિત મોદીએ ટ્વીટ કર્યું હતું કે કે. કે. મોદી ગ્રુપની તમામ સંપત્તિ વેચી દેવામાં આવશે. મારો મતલબ છે તમામ સંપત્તિ. અન્ય ત્રણ ટ્રસ્ટી બિઝનેસ ચલાવવા માગે છે, પણ મને લાગે છે કે મારા પિતાના મૃત્યુ બાદ એની વેલ્યૂ પડશે. હું મારો હિસ્સો વેચી દઈશ. કલરબાર, ઈગો, બિકોન ટ્રાવેલ્સ અને શિક્ષણનો વ્યવસાય છોડીને તમામ લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ, પ્લોટ અને અન્ય કંપનીમાં રોકાણને વેચી દેવામાં આવશે.અહેવાલો મુજબ મોદી ગ્રુપની ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ મોદીકેર લિમિટેડ, મોદી હેલ્થકેર પ્લેસમેન્ટ અને ટ્વેન્ટી ફોર સેવન કન્વીનિયન્સ સ્ટોરને પણ વેચવામાં આવે એવી શક્યતા છે.
માર્લબોરો બ્રાન્ડથી સિગારેટ વેચનારી ગોડફ્રે ફિલિપ્સમાં લલિત મોદી અને તેમનાં પરિવારની 47.09 ટકા હિસ્સેદારી છે. માર્લબોરો બ્રાન્ડના માલિક ફિલિપ મોરિસ બ્રાન્ડ્સની કંપનીમાં 25.1 ટકા હિસ્સેદારી છે. અત્રે નોંધનીય છે કે IPLની શરૂઆત કરનારા લલિત મોદી 2010થી લંડનમાં નિવાસ કરી રહ્યા છે. આઇપીએલના સંચાલનમાં આર્થિક ગેરરીતિઓ આચરી હોવાના આરોપો તેમની પર લાગી ચૂકેલ છે.
ભારતમાંથી નાસીને લંડનમાં રહેનારા લલિત મોદીએ પોતાની સંપત્તિ વેચવાની જાહેરાત કર્યા બાદ હવે તેમનાં માતા અને ભાઈ-બહેન અદાલત પહોંચ્યા છે. ગઈકાલે લલિત મોદીના માતા બીના મોદી, ભાઈ સમીર અને બહેન ચારુએ તેમની વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હકીકતમાં લલિત મોદીએ સિંગાપોરની કોર્ટમાં પોતાનાં પિતા કે.કે. મોદીના કારોબાર સામ્રાજ્યનાં એક મોટા હિસ્સાને વેચવાની પ્રક્રિયા શરુ કરવા માટે અરજી દાખલ કરી હતી.
હકીકતમાં લલિત મોદીએ સિંગાપોરની કોર્ટમાં પોતાનાં પિતા કે.કે. મોદીના કારોબાર સામ્રાજ્યનાં એક મોટા હિસ્સાને વેચવાની પ્રક્રિયા શરુ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ બાદ હવે તેમની અરજી વિરુદ્ધ માતા બીના મોદીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. બીના મોદીએ તેમની અરજીમાં કહ્યું છે કે પરિવાર વચ્ચે ટ્રસ્ટ ડીડ હતી અને આ મામલે ભારતની અદાલતમાં જ ફેસલો થઇ શકે છે. આ સંજોગોમાં સ્પષ્ટ છે કે જો ભારતની કોર્ટમાં કેસ ચાલશે તો લલિત મોદીની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.
થોડા સમય અગાઉ મોદીએ ટ્વિટ કરી પોતાની સંપત્તિ વેચવાની જાહેરાત કરી હતી. લલિત મોદીના જણાવ્યાં અનુસાર સમૂહ લિસ્ટેડ સિગારેટ કંપની Godfrey Phillips India Ltdમાંથી પણ પોતાની હિસ્સેદારી વેચશે. માર્લબોરો બ્રાન્ડથી સિગારેટ વેચનારી ગોડફ્રે ફિલિપ્સમાં લલિત મોદી અને તેમનાં પરિવારની 47.09 ટકા હિસ્સેદારી છે.
માર્લબોરો બ્રાન્ડના માલિક ફિલિપ મોરિસ બ્રાન્ડ્સની કંપનીમાં 25.1 ટકા હિસ્સેદારી છે. અત્રે નોંધનીય છે કે IPLની શરૂઆત કરનારા લલિત મોદી 2010થી લંડનમાં નિવાસ કરી રહ્યા છે. આઇપીએલના સંચાલનમાં આર્થિક ગેરરીતિઓ આચરી હોવાના આરોપો તેમની પર લાગી ચૂકેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.