બોલીવુડની આ એક્ટ્રેસના બેડ-રૂમમાં ઘુસ્યો વાંદરો, જુઓ વિડીયો

75

બોલિવુડ એક્ટ્રેસ સૌંદર્યા શર્માએ હાલમાં જ વાંદરાનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે વાંદરું અચાનક જ કેવી રીતે રૂમમાં ઘૂસી જાય છે અને ત્યાં રાખેલી વસ્તુઓને ખાય છે. આરામથી ફ્રૂટ ખાતા વાંદરાનો વીડિયો એક્ટ્રેસે ઉતારી લીધો. સૌંદર્યા શર્માએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને શેર કરતાં સૌંદર્યાએ જણાવ્યું કે, સવારે વાંદરો રૂમમાં ઘૂસી આવ્યો અને નાસ્તો કર્યા બાદ ત્યાંથી જતો રહ્યો. આટલું જ નહીં એક્ટ્રેસ કહ્યું કે, વાંદરાએ તેના પલંગ પર આરામ પણ કર્યો. વાંદરાને જોઈને એક્ટ્રેસે બૂમો પાડતાં પાડતાં વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો તે વાંદરું કેટલું આરામથી બેસીને ફળ ખાઈ રહ્યું છે. વાંદરાએ ખુરશી-ટેબલ પર ચડીને ત્યાંનો સામાન પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યો.

જણાવી દઈએ કે, સૌંદર્યા 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, હિમાંશ કોહલી, જિમી શેરગીલ અને સતીશ કૌશિક જેવા એક્ટર્સ હતા. 20 સપ્ટેમ્બર 1994ના રોજ જન્મેલી સૌંદર્યા શર્મા એક્ટિંગની સાથે મોડલિંગ પણ કરે છે. દિલ્હીમાં ઉછરેલી સૌંદર્યાએ ડેન્ટલમાં બેચરલ ડિગ્રી મેળવી છે.

જણાવી દઈએ કે, એક્ટ્રેસે હાલમાં જ પોતાનું પ્રોડક્શ હાઉસ ‘મસ્ટર્ડ એન્ડ રેડ’ શરૂ કર્યું છે. 2019માં સૌંદર્યાએ ‘ફેસ ઓફ ધ યર’ કેટેગરીમાં દાદા સાહેબ ફાળકે અવોર્ડ જીત્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.