શુક્રવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ સેમ્પલ લઇ જઇ રહેલા ટેકનિશિયન પર વાંદરાના એક ટોળાએ હુમલો કર્યો. વાંદરાઓ એ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ના ટેસ્ટ સેમ્પલ ટેકનિશિયન પાસેથી છીનવી લીધા અને જતા રહ્યા.
ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં સ્થિત મેરઠ મેડિકલ કોલેજની છે. મેડિકલ સ્ટાફે કોરોના શંકાસ્પદ ત્રણ દર્દીઓ પાસેથી ટેસ્ટિંગ માટે તેમના સેમ્પલ કલેક્ટ કર્યા હતા. આ સેમ્પલ ટેસ્ટિંગ માટે પહોંચે તે પહેલાં જ ટેકનિશિયન પાસેથી વાંદરાઓએ છીનવી લીધા અને ચાલ્યા ગયા. ડોક્ટરે પેશન્ટ પાસેથી ફ્રેશ સેમ્પલ કલેક્ટ કર્યા હતા.
In a shocking incident, a monkey snatched blood samples of Covid-19 patients being taken to the LLRM lab. Inquiry set up & the lab technician has been asked to give written explanation about why did he continue to make a video instead of asking for help.#Meerut #Coronavirus pic.twitter.com/N2bCeO2QA2
— Ishita Bhatia (@ibhatia8) May 29, 2020
ત્યારબાદ જે વાંદરાઓ સેમ્પલ લઇને ભાગ્યા હતા, તેઓ એક ઝાડની ટોચ પર બેસીને સેમ્પલ ચાવતા જોવા મળ્યા. કેટલીક કીટના ભાગો ઝાડ નીચે જમીન પર વેરાયેલા જોવા મળ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મીડિયા દ્વારા આ બાબતે પૂછવામાં આવેલા સવાલ પર મેરઠના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અનિલ ઢીંગરા કહે છે કે, તેઓએ આવો કોઈપણ વિડીયો હજી સુધી જોયો નથી. પરંતુ તેઓ આ અંગે ઇન્ક્વાયરી જરૂર બેસાડશે.
આ વિસ્તારમાં વાંદરાઓ હોવા એક સામાન્ય વાત છે. પરંતુ હવે લોકોમાં વાંદરાઓ થી ભય ઊભો થયો છે. વાંદરાઓ કોરોના દર્દીઓ ના ટેસ્ટ સેમ્પલ લઇને ભાગ્યા હતા જેથી લોકોને કોરોના સંક્રમિત થવાનો ભય છે.
ઘટનાની આસપાસના રહેણાંક વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાવાની શક્યતાની સાથે સાથે વાંદરાઓ દ્વારા માણસોને કોરોના ફેલાવાનો પણ ડર ઉભો થયો છે. વાંદરાઓની પાચનશક્તિ તેમને કોરોનાવાયરસ થી બચવી શકતી નથી. પરંતુ અમુક રિસર્ચના આધારે જાણવા મળ્યું છે કે, વાંદરાઓ કોરોનાથી બચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news