ગુજરાતમાં આકાશી આફત: રાજ્યમાં NDRFની 13 ટીમ તૈનાત, 2000 થી વધુ લોકોનું સ્થળાંતર

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ દેશના દરેક રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં નોંધાયો હતો. અબડાસામાં આઠ ઈંચ કરતા વધુ અને મુન્દ્રામાં પોણા આઠ ઈંચ વરસાદ થયો છે. સુરતના કામરેજમાં 5 ઈંચ, નવસારીના ગણવેદી અને સુરતના પલસાણામાં પણ પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ તો 38 તાલુકામાં 3 ઈંચ અને 50 તાલુકામાં 2 ઈંચ તથા 94 તાલુકામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં લોધાવડ ચોકમાં કાર ડૂબે તેટલું પાણી ભરાયું

2000 થી વધુ લોકોનું સ્થળાંતર
હાલમાં ગુજરાત રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદના પાણીથી પુરની સ્થિતિ સર્જાય છે. આ દરમ્યાન રાજ્યના દરેક શહેરોમાંથી લોકો નું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી ચુક્યું છે. તેમ છતાં પણ આજ રોજ રાજ્યમાં 13 NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજકોટના કોટેચા ચોકમાં નદીની જેમ પાણી ફરી વળ્યા

અગામી 2 દિવસ વરસાદની આગાહી
હાલમાં જ ફરી વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી આહવા, ભરૂચ સહીતના શહેરોમાં વરસાદની આગાહી છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતની જગ્યા પર ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહીતની જગ્યાએ ભારે વરસાદ પડશે. જેના કારણે આજ રોજ ગુજરાતમાં જુદી-જુદી 13 જગ્યાએ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

રોડ પર ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા

રાજ્યમાં NDRFની 13 ટીમ તૈનાત
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે NDRF ની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે. વ઼ડોદરાના જરોદ સ્થિત આવેલા NDRF હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *