મુકેશ અંબાણીએ આટલા કરોડમાં ખરીદી લીધું ‘બીગ બજાર’

ભારતનાં સૌથી અમીર વ્યક્તિમાં પ્રથમ નંબર પર રહેલાં મુકેશભાઈ અંબાણી થોડાં સમય પહેલાં વિશ્વમાં સૌથી અમીર વ્યક્તિમાં ચોથો ક્રમ મેળવ્યો હતો. ઘણાં ક્ષેત્રોમાં એમણે પોતાનો…

ભારતનાં સૌથી અમીર વ્યક્તિમાં પ્રથમ નંબર પર રહેલાં મુકેશભાઈ અંબાણી થોડાં સમય પહેલાં વિશ્વમાં સૌથી અમીર વ્યક્તિમાં ચોથો ક્રમ મેળવ્યો હતો. ઘણાં ક્ષેત્રોમાં એમણે પોતાનો વ્યવસાય વિક્સાવી લીધો છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RRVL એ આજે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવતાં કહ્યું હતું, કે એણે ફ્યુચર ગ્રુપની પાસેથી અંદાજે કુલ 24,713 કરોડ રૂપિયામાં એનો રિટેલ એન્ડ હોલસેલ, લોજિસ્ટિક્સ તેમજ વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કર્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફ્યુચર ગ્રુપની આ રિટેલ એન્ડ હોલસેલ ક્ષેત્રની કંપનીને ‘રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડ’ એટલે કે RRFLLમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આની સિવાય ‘લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ’ કામકાજને પણ RRVLમાં ટ્રાન્સફર કરવામાં આવશે એવી જાણકારી છે.

રિપોર્ટ પ્રમાણે મર્જર બાદ RRFLL ‘ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ’ એટલે કે FELમાં કુલ 6.09% હિસ્સો ખરીદવાં માટે પ્રેફરેન્સિયલ ઈશ્યૂમાં કુલ 1,200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આની સિવાય ઈક્વિટી વોરન્ટ્સનાં પ્રેફરન્શિયલ ઇશ્યૂમાં કુલ 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જે ઈશ્યૂ પ્રાઈઝનાં કુલ 75% રૂપાંતરણ તથા બેલેન્સની ચુકવણીને આધિન રહેશે.

આની સાથે જ RRFLL દ્વારા FELનો વધારાનો કુલ 7.05% હિસ્સો હસ્તગત કરાશે.રિપોર્ટ મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવતાં કહ્યું, કે આ કરાર કરવાંની સાથે જ ફ્યુચર ગ્રુપનાં ફોર્મેટ્સ તેમજ બ્રાન્ડ્સને વધારે યોગ્ય સ્વરૂપ આપવાં તેમજ ભારતમાં આધુનિક ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા તથા બિઝનેસ ઈકોસિસ્ટમને સુરક્ષિત રાખવા બદલ અમને ખુશી થઈ રહી છે.

નાના વેપારીઓ-કિરાણા તેમજ વિશાળ કન્ઝ્યુમર બ્રાન્ડની સાથે સક્રિય સંકલન ધરાવતાં અમારા ઉત્તમ મોડેલની સાથે અમે રિટેલ ઉદ્યોગમાં પણ વિકાસને વેગ આપવાની કામગીરીને જાળવી રાખીશું.રિપોર્ટ મુજબ આ હસ્તાંતરણ SEBI, CCI, NCLT, શેરધારકો, ધિરાણકર્તાઓ તેમજ હિતધારકોની પરવાનગીને આધિન રહેલાં છે.

અહી ઉલ્લેખનીય છે, કે RRVLએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની છે તેમજ એ પોતાની પેટાકંપનીઓ દ્વારા કન્ઝ્યુમર સપ્લાય ચેઈન કારોબાર તેમજ કન્ઝ્યુમર રિટેલ બિઝનેસની કામગીરી ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *