અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ભારે પવનની સાથે આવશે વાવાઝોડું

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો હતો. જોકે, છેલ્લા 5 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી (Weather Forecast) કરી છે.

ગુજરાતમાં હજુ અગામી દિવસોમાં આવનાર વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ વરસાદી સીસ્ટમ પૂર્ણ નથી થઈ અગામી દિવસોમાં હજુ વરસાદ આવી શકે છે. અગામી દિવસોમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તેમને વધુમાં જણાવતા કહ્યું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હજુ અગામી દિવસોમાં આવનાર વરસાદને લઈને અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ પડશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલી કરેલી આગાહી અનુસાર, હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ આખા મહિના દરમ્યાન હજુ વરસાદ પડશે. અને આ ઉપરાંત ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં વાવાઝોડું પણ આવી શકે
હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે, ઓક્ટોબરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અને નવેમ્બરમાં પણ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 22 ઓક્ટોબર બાદ વાવાઝોડું ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાઇ શકે છે. અને દક્ષિણ ભારતમાં વાવાઝોડું પણ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *