અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી: આ તારીખથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું! જાણો ક્યાં પડશે સારામાં સારો વરસાદ

Monsoon begins in Gujarat: ભારતીય હવામાન વિભાગ દ્રારા જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 19 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશ કરશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં પણ તે જ દિવસે પ્રવેશ કરશે. સામાન્ય રીતે તારીખ 22 મેના રોજ ચોમાસુ (Monsoon begins in Gujarat) આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.

આમ તો ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તેની સાથે તે તારીખ 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે.

હવામાન વિભાગને લાગી રહ્યું છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગે તારીખ 15 એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું છે કે ચોમાસુ લગભગ 106 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે.

ચોમાસું કેવી રીતે આગળ વધે છે?
સોપ્રથમ ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. ત્યાં વરસાદ પડ્યા બાદ તે આગળ વધીને ભારતના પાડોશી દેશ શ્રીલંકા સુધી પહોંચે છે.

શ્રીલંકા પહોંચ્યા પછી ચોમાસું આગળ વધે છે અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે, અરબી સમુદ્રમાં આવી ગયા પછી તે કેરળ સુધી પહોંચે છે. જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશે ત્યારે ખરેખર ભારતમાં ચોમાસાની શરૂઆત થયું તેમ કહેવાય છે.

સામાન્ય રીતે તારીખ 20મેની આજુબાજુ ચોમાસું આંદામાન અને નિકોબારના તમામ ટાપુઓને આવરી લેતું હોય છે. ત્યારપછીતારીખ 25 મે સુધી તે શ્રીલંકા સુધી પહોંચે છે અને લગભગ તે આખા દેશને આવરી લે છે.

25મેની આજુબાજુ ભારતના બીજા પાડોશી દેશ મ્યાનમારના પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય છે.

ત્યારપછી તારીખ 1 જૂનની આજુબાજુ ચોમાસું કેરળમાં પહોંચે છે, અહીં પહોંચ્યા બાદ દેશમાં ખરેખર ચોમાસાની શરૂઆત ગણવામાં આવશે. એટલે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના સમયગાળને આપણે ચોમાસું ગણીએ છીએ.

ભારતના હવામાન વિભાગ તારીખ 1 જૂન પછી ભારતમાં ક્યાંય પણ થતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે, ભલે પછી જ્યાં ચોમાસું નથી પહોંચ્યું છતાં વરસાદ પડે તો પણ તે ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.

હવામાન વિભાગ અનુસાર 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જાય છે, એટલે કે સમગ્ર દેશને આવરી લે છે.

જોકે, ખરેખર ચોમાસું દર વર્ષે તેના સમય પ્રમાણે આગળ વધતું નથી, તેના પર ઘણાં પરિબળો અસર કરે છે. એટલે ઘણાં વર્ષો તે વહેલું શરૂ થયું છે તો ઘણાં વર્ષો તે મોડું પહોંચ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?
કેરળમાં ચોમાસાની શરૂઆત થયા પછી લગભગ 10 દિવસ પછી ચોમાસું મુંબઈ સુધી પહોંચે છે અને ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે તેને 15 દિવસ જેટલો સમય લાગે છે.

એટલે કે કોઈ અડચણ ના આવે તો ચોમાસું 15 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી જતું હોય છે, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલે તો ગુજરાતમાં સમયસર જ તેની શરૂઆત થાય તેવું લાગી રહ્યું છે.

મોટા ભાગે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં ચોમાસાની પ્રગતિને ધીમી અથવા ઝડપી બનાવી દે છે.

સામાન્ય રીતે બંગાળની ખાડી મે મહિનામાં વધારે સક્રિય હોય છે અને તેમાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધારે હોય છે, જે બાદ મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં સક્રિયતા વધે છે અને તેમાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધારે હોય છે.