વડોદરા: લગ્નનાં તાંતણે બંધાઈ એ પહેલાં જ ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું નીપજ્યું કરુણ મોત

સમગ્ર રાજ્યમાં અવારનવાર થઈ રહેલ માર્ગ અકસ્માતને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. એમ છતાં રાજ્ય સરકાર કોઈ યોગ્ય પગલા લઈ રહી નથી ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ વડોદરામાંથી સામે આવી રહી છે.

એક નવયુવાન બાઈક લઈને પાદરાથી પોતાના ગામ વડું તરફ જઈ રહ્યો હતો. જેમાં પાદરા ફૂલબાગ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળ પર જ એનું કરુણ મોત નીપજ્યું હતું. લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

પાદરા તાલુકામાં આવેલ વડું ગામમાં રહેતા 22 વર્ષીય એઝાઝ પઠાણ કે જે બજાજ ફાઇનાન્સ પાદરાની ઓફિસમાં નોકરી કરતો હતો. નોકરી કરીને પોતાની બાઇક પર પોતાના ઘરે વડું ગામ તરફ જઈ રહ્યો હતો. આની સાથે એક વડીલ પણ બાઈકની પાછળ બેઠા હતા.

આ દરમિયાન ફૂલબાગ નજીક એક ટ્રકે અડફેટે લેતાં યુવાનનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ આધેડનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતાં લોકોનાં ટોળે-ટોળાં એકત્ર થઇ ગયા હતા. પાદરા સરકારી હોસ્પિટલમાં યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

જયાં ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા તેમજ સમગ્ર પરિવારજનોનું આક્રંદ હૈયું હચમચાવી દે તેવું હતું. અહીં નોંધનીય છે કે, એક મહિના પછી જ યુવાનનાં લગ્ન થવાનાં હતાં તેમજ પરિવાર દ્વારા નિકાહ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *