ગત પાંચ સપ્ટેમ્બરના રોજ એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં રામકથા માટે જાણીતા કલાકાર મોરારિ બાપુ સ્વામિનારાયણ ભગવાનના કિશોર અવસ્થાના નીલકંઠ વર્ણી રૂપને ખંડિત કરતું નિવેદન આપ્યું હતું અને વિશ્વભરના લાખો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની લાગણી દુભાવી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અન્ય સાધુ સમાજે આ નિવેદનને વખોડયું હતું અને સોશિયલ મીડિયામાં અનેક મેસેજો ફરતા થયા હતા.
ત્યાર બાદ બે દિવસ અગાઉ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મોરારીબાપુ મિચ્છામિ દુક્કડમ કહીને માફી માંગતા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ આ વીડિયો નું પાછળ નું દ્રશ્ય જોતા ત્રિશુલ ન્યુઝ ને હકીકત તપાસતા જાણવા મળ્યું કે, આ વિડિયો જૂનો છે. આ વિડીયો 3 સપ્ટેમ્બર 2019 અને મહુવા ખાતે નો છે, જેમાં જૈન સમુદાય માફીપર્વ ઉપક્રમે મિચ્છામી દુક્કડમ કહીને માફી પર્વની ઉજવણી કરતા હોય છે તેવી રીતે જૈન સમુદાયના વખાણ કરીને પોતે પણ પોતાની ભૂલચુક ની માફી માંગી હતી. પરંતુ આ વિડીયો ની ક્લિપ કટ કરીને મોરારીબાપુ ના સમર્થકો દ્વારા માફી માંગી લીધી છે તેવા મેસેજ ફરતા કર્યા હતા જે બિલકુલ ખોટા છે. આ માફી તેમણે નીલકંઠના ખંડન બાબતે નહિ પણ સાર્વજનિક ભૂલ માટે માંગી હતી.
મોરારી બાપુ એ નીલકંઠ વર્ણી ના રૂપનું ખંડન પાંચ તારીખે કર્યું હતું તેવું લખાઈને વિડીયો વાઈરલ થયા હતા જેનું સત્ય જાણવું પણ જરૂરી હતું. આ વિડીયો હકીકતમાં ઓગસ્ટ મહિનામાં પેરીસ ની એક કથા નો છે, જ્યાં તેઓએ આ નિવેદન કર્યું હતું અને ૫ સપ્ટેમ્બરએ વાઈરલ થયું હતું. જે પછી તેમનું નીલકંઠ ના ખંડન કરતા નિવેદન બાબતે માફી માંગતું હજી કોઈ નિવેદન જાહેર થયું નથી. આમ માફી માંગતો જે વીડિયો વાયરલ થયો છે. તે પાંચ તારીખે વિડીયો વાઈરલ થવાની ઘટના પહેલાનો હોવાનું બહાર આવ્યું છે.
મોરારીબાપુ પર ભૂતકાળમાં આક્ષેપો થતા રહ્યા છે કે તેઓ લાખો રૂપિયાની ફી વસૂલીને કથાના કાર્યક્રમો કરે છે. તેઓ કથાકાર નહિ પણ સારું બોલતા કલાકાર છે. મોરારીબાપુ ભૂતકાળમાં પણ હિન્દુ ધર્મમાં ચાલી આવતી ઘણી પ્રથાઓ નો સ્ટેજ પરથી જાહેરમાં વિરોધ કર્યો છે. ભૂતકાળમાં સ્વામીનારાયણ સંપ્રદાય એ દેશ વિદેશમાં મંદિરો નહીં પણ સંડાસ બનાવવા જોઈએ તો દેશનું ભલું થશે એવું નિવેદન પણ કર્યું છે. અનેક વાર આવા નિવેદનો આપીને બાપુ ચર્ચાઓમાં રહેતા હોય છે. સ્વામિનારાયણ ધર્મ પ્રેમીઓએ બાપુને પોતાનું માનસિક સંતુલન ચકાસવા સુધીની સલાહો આપી દીધી છે.
માત્ર સ્વામિનારાયણ ધર્મ જ નહીં અન્ય ધર્મ ગુરુએ પણ મોરારીબાપુની આવા વાણીવિલાસ બાબતે ટીકા કરી છે.
મોરારીબાપુ આવનારી 14 તારીખે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે કે કેમ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ કાર્યક્રમ માં દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપવાના હોવાનું જાણવા મળેલ છે. હવે આવનારા સમયમાં જોવું રહ્યું કે લાખો હરિભક્તો સંતોની જાહેરમાં લાગણી દુભાવનાર મોરારીબાપુ જાહેરમાં માફી માંગે છે કે નહીં?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.