નીલકંઠ વર્ણી બાદ મોરારી બાપુએ ફોડ્યો બીજો બોમ, જાણો આ વખતે શું કહ્યું ?

જામનગરમાં રામકથા સમિતિ દ્વારા આયોજીત માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ જીભ શરીરનું અંગ અને જીવ અંશ છે માટે કોઇએ બંધ બેસતી પાઘડી ન પહેરવાની માર્મિક ટકોર કરી નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવુ઼ નહીં પરંતુ હવે તે બંને જોવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના લક્ષણો વર્ણવ્યા હતાં.

વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી.

જામનગરની ભાગોળે ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં શનિવારે મોરારિબાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી. ભગવાન જીસસને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પ્રભુ તેને માફ કરજે કારણ કે, તેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે મારે 2100 વર્ષ પછી થોડા ફેરફાર સાથે કહેવું છે હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે. મારી જીભ નથી બોલતી મારો જીવ બોલે છે.

જીભને બે તાળાં છે તેમ અમુક વસ્તુને બે તાળા મારવાની જરૂર છે.

જીભને બે તાળાં છે, તેમ અમુક વસ્તુને બે તાળા મારવાની જરૂર છે. જીભ શરીરનું અંગ છે માટે પ્રહારક બની શકે પરંતુ જીવ અંશ છે માટે પ્રસાદક છે, માટે બંધ બેસતી પાઘડી કોઇ ન બાંધે તેમ જણાવી દામન પે દાગ આયે ન આયે મેરા નસીબ કીચડ ઉછાલ કે તેરી હસરત નીકલ ગઇનો શેર કહી માર્મિક ટકોર કરી હતી.

તેઓએ આપણામાં બહુ નબળાઇ છે પરંતુ તે દેખાતી નથી. તેમ જણાવી કોઇ પણ ધર્મ હોય કોઇ દિવસ કોઇની સાધનાનો, સાધન, મંત્ર, સૂત્ર, શસ્ત્ર, શાસ્ત્રનો અપરાધ કરવાનું જણાવી નિરાપરાધીને અપરાધી ઘોષિત ન કરવા પર કળયુગમાં મોરારી બાપુએ કહી ભગવાન કૃષ્ણના નાગદમનના પ્રસંગને વર્ણવ્યો હતો. સાધુની વ્યાખ્યા કરતા મોરારીબાપુએ કહ્યું કે, તક સાધતા તક સાધુ હોય, બક સાધુ હોય, ચક સાધુ હોય, બક-બક સાધુ, રકઝક સાધુનો સંવાદ કરતા હતા તે વાત કહી ક્ષમા પદાર્થને કેન્દ્રમાં રાખી શ્રધ્ધા, મૈત્રી, દયા, વિવેક અને ક્ષમા સાચા સાધુના લક્ષણ હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *