પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના એક નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે, તેમને એક કથા દરમિયાન સ્વામિ નારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું, કહ્યું હતુ કે નીલકંઠનો અભિષેક એટલે ભગવાન શિવનો અભિષેક થાય છે અને કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે.
વધુમાં મોરારી બાપુ એ કહ્યું કે, હવે નીલકંઠનું છેતરામણુ સ્વરૂપ આવતુ જાય છે, જેમણે ઝેર પીધું હોય તે નીલકંઠ કહેવાય, જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ક્યારેય ન હોય. તેમના આ નિવેદન બાદ સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષ વ્યાપી ગયો છે, સાધુ સંતોએ મોરારીબાપુના નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે અને માફી માંગવા કહ્યું છે, સંતોના મતે મોરારીબાપુએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું છે, જે અયોગ્ય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો હરિભક્તોની લાગણી પણ દુભાઇ છે, મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણના સંતોએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કથાકાર જો માફી નહીં માંગે તો હરિભક્તોમાં તેમના પ્રત્યે રોષ વધશે.
આ નિવેદન પર સ્વામીનારાયણના સંતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, શિવ-પાર્વતીએ નીલકંઠવર્ણીને વનમાં જમાડ્યા હતા. માર્કંડ ઋષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમયે આવી તેમના ચાર નામ પાડ્યા હતા. વનવિચરણ દરમ્યાન કઠીન તપ કરતા ઘનશ્યામ ને ઋષિઓએ નીલકંઠ નામ આપ્યું હતું.
વિધાનસભામાં મોરારીબાપુના રાશનકાર્ડનો મુદ્દોઉછળ્યો હતો
હજુ બે મહિના પહેલા જ મોરારીબાપુના રાશન કાર્ડ મુદ્દે વિધાનસભામાં વિવાદ સર્જાયો હતો. વિધાનસભા સત્રમાં મોરારી બાપુના નામે સસ્તા અનાજનો પુરવઠો મેળવવાના મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. વિશ્વવિખ્યાત સંત મોરારીબાપુની ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ કરીને સસ્તું અનાજ મેળવવામાં આવ્યું હોવાની ઘટનાને લઈ ગુજરાત વિધાનસભાનું ગૃહ ગુંજી ઉઠ્યું હતું. ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ થયાની ઘટના જૂની છે પરંતુ આજે આ મુદ્દો વિધાનસભામાં ખૂબ ગુંજ્યો હતો. મોરારી બાપુ પર પૈસા લઈને કથા કરવાના આરોપો પણ લાગી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.