પીએમ નરેન્દ્ર મોદી પંજાબ ગયા હતા ત્યારે તેમની સુરક્ષામાં થયેલી ચૂકના લીધે રાજકારણ ગરમાયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પંજાબના મુખ્યમંત્રીને રાજીનામું આપવાની પણ માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસની સરકારમાં પહેલી વખત આવું વડાપ્રધાન પર હુમલાનો પ્રયાસ થયો છે.
આ મામલા પર હવે મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, પીએમ મોદી દેશના પ્રધાનમંત્રી છે, આવી ઘટના ક્યારેય ન ઘટવી જોઈએ. આ ઉપરાંત, પરમાત્મા પીએમ મોદીને રાષ્ટ્ર અને દુનિયાની વધુ સેવા કરવાની શક્તિ, બળ અને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. આ વ્યવહાર ખુબ જ અપ્રિય ગણાવવામાં આવ્યો હતો.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોજપુરની રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં ગંભીર ભૂલ થય હતી. પીએમ મોદી ફિરોજપુરથી 30 કિલોમીટર દૂર આવેલા બ્રિજ પર લગભગ 20 મિનીટ સુધી રોકાવું પડ્યું હતું. ખરાબ હવામાન ના કારણે એરપોર્ટથી સડકનો રસ્તો અપનાવવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓના કારણે 20 મિનિટ સુધી બ્રિજ પર જ અટકવું પડ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી રદ કરીને દિલ્હી પરત ફર્યા હતા.
પંજાબના એડવોકેટ જનરલ ડી.એસ. પાટવાલીયાનું કહેવું હતું કે, આ ભૂલ થઇ ત્યારે તરત જ ફરિયાદ દાખલ થઈ ગઈ હતી. પણ કેન્દ્ર સરકાર તેમના ઉપર જ સવાલો ઉઠાવે છે. આ ઉપરાંત નિવૃત્ત જસ્ટિસે આ ઘટનાના કાયદાબાબતે મુખ્ય સચિવ અનુરાગ વર્માએ વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ભૂલ પર તપાસ કરવાની જાણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.