પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીને જોઇ ગયો પતિ અને પછી…..

Published on: 4:44 am, Fri, 21 December 18

મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોના પ્રણય ત્રિકોણમાં છેલ્લા એક વર્ષથી આડાસંબંધો રાખનારી પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનારા પતિને પ્રેમીએ સમાધાન માટે બોલાવી બોલાચાલી થતા એક મહિલા સહિતના ત્રણ શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી વેતરી નાખતા મૃતકની પત્નીએ પ્રેમી સહિત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા વનાળિયા રોડ ઉપર બુધવારે રાત્રીના બનેલ ચોકવનારી ઘટના માં મહેશ હેમંતભાઈ બારોટ ઉ.૩૫ નામના યુવાનની ઉપરા-છાપરી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા મૃતદેહ સાથે મૃતકની પત્ની હોસ્પિટલે પહોંચી હતી અને આ હત્યા મનસુખ ઉર્ફે પ્રવીણ ખીમજી સોલંકી, શામજી ખીમજી સોલંકી અને જયશ્રી પ્રવીણ સોલંકીએ કરી હોવાનું જણાવી હત્યા અંગે ચોંકાવનારું કારણ આપતા પોલિસ કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક મહેશ હેમંત બારોટની પત્નીએ બિન્ધાસ્ત કબૂલાત આપી હતી કે છેલ્લા એક વર્ષથી તેણીને હત્યારા મનસુખ ઉર્ફે પ્રવીણ સાથે આડા સંબંધો હતા. જેમાં મૃતક બે ચાર દિવસ પૂર્વે પોતાના જ ઘરમાં બન્નેને કઢંગી હાલતમાં જોઈ જતા મામલો વકર્યો હતો અને ઝગડો થયો હતો.

બુધવારે રાત્રે આ બાબતે મનસુખ ઉર્ફે પ્રવિણે મૃતક મહેશને સમાધાન માટે બોલાવ્યો હતો. જેમાં સમાધાનને બદલે વાત વણસતા બન્ને વચ્ચે ઝઘડો થતા વસંત ઉર્ફે પ્રવીણ, તેની પત્ની જયશ્રી અને શામજી નામના શખ્સે મળી મહેશને પડખાના ભાગે છરીના ઉપરા છાપરી ઘા ઝીકતા મોત નીપજ્યું હતું.

બીજી તરફ ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી. આ ઘટનામાં હત્યારા મનસુખ ઉર્ફે પ્રવિણને પણ ઇજાઓ પહોંચી હતી.