જસદણમાં ભાજપ હારે કે જીતે, થશે તો ફાયદો જ ફાયદો- ક્લિક કરી જાણો કઈ રીતે…

હાલમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન થવા જઇ રહ્યુ છે, ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં કોને ફાયદો અને કોને નુકસાન થશે તેનું વિશ્લેષણ…

હાલમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન થવા જઇ રહ્યુ છે, ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં કોને ફાયદો અને કોને નુકસાન થશે તેનું વિશ્લેષણ અવશ્ય કરવા જેવું છે. કારણકે આ બેઠક માટે બંને પક્ષો પોતાની પૂરી તાકાત થી પ્રચાર કરી રહ્યા હતા અને કોણ જીતશે કોણ હારશે તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બેઠક કોંગ્રેસ હારશે તો તેની એક સીટ ઓછી થશે પરંતુ જો ભાજપ હારે કે જીતે તો ભાજપ ને કોઈ નુકસાન નહી જાય!! આવુ અમે શા માટે કહી રહ્યા છીએ તે તમે વિચારતા હશો.

ભાજપ દ્વારા કુંવરજી બાવળિયાને જ્યારે પક્ષપલટો કરીને ભાજપના કેસરિયા કરાવવામાં આવ્યા ત્યારે ભાજપમાં જ રહેલા અન્ય એક કોળી નેતા પરશોતમ સોલંકી પોતાને મનગમતું ખાતું ન મળવાથી નારાજ ચાલી રહ્યા હતા. કુંવરજી બાવળીયા કે જે કોળી સમાજમાં પરશોતમ સોલંકી કરતા પણ મોટું નામ ધરાવે છે એવું મનાઈ રહ્યું છે , જેથી કુંવરજી ને ભાજપ પ્રવેશના ગણતરીની મિનિટોમાં આપી દઈને પરશોતમ સોલંકી ને ચૂપ કરાવી દેવાયા હતા અને કોંગ્રેસને પણ મોટો ફટકો પહોંચાડ્યો હતો. જોવા જઈએ તો બહુમતી થી સત્તા પર બેસેલ ભાજપને બાવળિયાની હાલમાં કોઇ જરૂર ન હતી પરંતુ કોળી સામે કોળી નેતાને લાવીને પોતાના જ પક્ષના નેતાને ચૂપ કરાવવાની જૂની કાર્યશૈલી પ્રચલિત છે. ભૂતકાળમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ પાટીદાર સમાજમાં થઈ ચૂક્યું છે જે કોઈ નવી વાત નથી.

કદાચ કુવરજી બાવળીયા હારી જાય તો પણ ભાજપ ને કોઈ નુકસાન નહીં જાય કારણ કે, તેમને કોળી સમાજની વોટબેંક જાળવી રાખવા માટે કુંવરજીભાઇ નો ચેહરો જ કાફી છે. જે આવનારી 2019 લોકસભા ચૂંટણીમાં કારગાર નીવડે એમ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા પર ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવું કહેવું અતિશયોક્તિ નથી.

જાણકારોનું માનીએ તો જસદણ ની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચે ની નહિ પરંતુ કોંગ્રેસ અને કુંવરજી બાવળીયા વચ્ચેની છે. કુંવરજી બાવળીયા છેલ્લા ત્રણ દાયકાથી જસદણ પંથકમાં એક્કો ચાલે છે. જે હાલમાં પણ બરકરાર છે કુંવરજી માટે નાકનો સવાલ છે અને કોંગ્રેસ માટે પોતાનો ગઢ સાચવવાનો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *