મોરબીના ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી: દસ દિવસના બાળકનું હર્દય ફેલ હોવા છતાં આપ્યું નવજીવન

હાલમાં મોરબીમાં રહેતા એક પરિવારના પાંચ મહિનાના બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. પરંતુ તેની હાલત સમય જતાં વધુ નાજુક બની અને તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો. પરંતુ રાજકોટમાં ડોકટરોને રાજવિર નામના બાળકની હૃદય સંબંધિત તકલીફો વધુ ગંભીર જણાંતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં બાળકના ફેફસાં અને શ્વાસનળી વચ્ચે ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાળકને લઈને તેના માતા પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. સિવિલની મેડિસીટીમાં એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ હતી અને હ્યદયના ઘબકારા અપ્રમાણસ થયા હતાં. આ દરમિયાન મધ્યાંતરે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તબીબી સારવાર ચાલી રહી હતી અને તે જ સમયે હદયના ધબકારા બંધ થઇ ગયા હતાં. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના ડોક્ટરોની સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા કૃત્રિમ રીતે હદય પર દબાણ આપી હ્યદયને ફરીવાર ધબકતુ કરવામાં આવ્યું.

રાજકોટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવી રહ્યા હતા ત્યારે રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક થતાં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ હતી. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે, છાતીના ભાગમાં 6X5X4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી છે. જે રાજવીરના ફેફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ કરી રહી હતી. જે કારણોસર રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી.

રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આકસ્મિક જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો હોય છે. જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને ખુબ જ જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી.

આ પ્રકારની સર્જરીમાં નિષ્ણાંત ડોક્ટરોની હાજરી અનિવાર્ય હોઇ છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનો નિર્ણય કર્યો. એનેસ્થેસિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.ભાવના રાવલની મદદ દ્વારા સમગ્ર ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કો જેનિક સિસ્ટની સર્જરી હાથ ધરવામાં આવી હતી. સર્જરી દરિમયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણે જ રાજવીરને શ્વાસ લેવામાં તકલીફ ભોગવવી પડી રહી હતી.

રાજવીરની સર્જરી કર્યા બાદ બાળરોગ વિભાગના વડા ડૉ.બેલા શાહ, સહ પ્રાધ્યાપક ડૉ.સૂચેતા મુનશી, મદદનીશ પ્રાધ્યાપક ડૉ.અનુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ 1 દિવસ વેન્ટીલેટર પર અને 10થી વધારે દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે, નળી વડે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયુ હતું. 10 થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે મહેનત બાદ રાજવીર સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ધરે પરત ફર્યો હતો.

બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઇ રહ્યો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠની રચની થવા માંડે છે જે સમય જતા વિશાળ થઇ જાય છે. આ તકકલીફની સમયસર સર્જરી કરવી અતિઆવશ્યક હોય છે. અમૂક કિસ્માં આ ગાંઠમાં જો પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્સન લાગે ત્યારે અન્ય અંગોમાં તે દબાણ ઉતપન્ન થાય છે. જે કારણે દર્દી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે. જીવ ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા 50 થી 60 હજાર બાળકે એક બાળકમાં જ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *