ફલાણી ઓફરના નામે કુપન ભરાવે તો ચેતજો! સુરતના આ વિસ્તારમાં ૨૦૦ લોકો સાથે ૧ કરોડથી વધુ રૂપિયાની ઠગાઈ

સુરત(Surat): છેતરપિંડી (Fraud)ની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ધ હિમાલયા હોટેલિયર એન્ડર હોસ્પિટાલિટી કંપની(The Himalaya Hotelier and Hospitality) દ્વારા ફેમેલી હોલીડે મેમ્બરશીપ પ્રોવાઈડ કરવાની ઓફર આપીને છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કરનાર આરોપીઓનું વેસુ ખાતે કોલ સેન્ટર આવેલું છે. જે હાલ દ્વારા સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

લોભામણી જાહેરાત કરી છેતરપિંડી:
મળતી માહિતી અનુસાર, ઋત્વિક રામાણી નામના આરોપીનું સુરતમાં મગદલ્લા રોડ ખાતે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. જ્યાં ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશીપ લેવા માટે લોકોને બોલાવવામાં આવતા હતા. ત્યાં ઋત્વિક રામાણી દરેકને પોતાની સ્કીમ સમજાવતો હતો. જેમાં એક વર્ષ માટે મેમ્બરશીપ લઈ સભ્ય બને તો, સ્ટાર તથા ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસ રાત્રીનું રોકાણ, 10 વર્ષ સુધી ફરવા માટે જ્યાં રહીએ ત્યાં રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ પીકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. આ રીતે લોભામણી વાતો કરી લોકોને પોતાની વાતમાં લેતા હતા.

આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, મેમ્બરશીપ લેવાનું જણાવી મનીષ સિંઘે ફરિયાદીના એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડની વેલીડીટી ચેક કરવાના બહાને ફરિયાદીના ફોનમાંથી તેની જાણ બહાર ઓટીપી મેળવી લીધો હતો. તેમજ 1,28,500 તથા 81,500 ના બે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ રીતે કુલ 2,10,000 ડેબિટ કરી ફરીયાદીને રિફંડ કરશે તેવું જણાવ્યું હતું. પરંતુ  વિમલભાઇ પ્રજાપતિ તેમજ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડ અને સંકેત પ્રજાપતિ દ્વારા રિફંડ કરવામાં આવ્યું ન હતું.

કોલ સેન્ટરમાંથી મુદ્દામાં જપ્ત કર્યો:
ફરિયાદના આધારે સાયબર સેલ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ, વિમલ કોદર પ્રજાપતિ અને જનાર્દન વિજેન્દ્રપ્રસાદ સમાણી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સેન્ટરમાંથી કબજે કરેલ મુદામાલ કોમ્પ્યુટર નંગ -03, POS મશીન નંગ -5, લેપટોપ નંગ -1, મોબાઇલ નંગ -12 અને ચેકબુક IPAYSLIP નંગ -8 કબજે કરવામાં આવ્યું છે. તેમજ આ અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *