હાલ કોરોના તેના અંતિમ ચરણમાં છે. ભારતની વાત કરીએ તો કોરોના નો આકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાથી ખૂબ જ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના ઘણા શહેરોમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ લોકો ની બેદરકારી અને અને કોરોના નિયમોનું ઉલ્લંઘન લોકો કરતા નજરે ચડયા છે.
સુરત અને અમદાવાદ શહેરમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. આ બન્ને શહેરો સહિત ગુજરાતના ઘણા શહેરોમાં કોરોના નો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આવા સમયે વચ્ચે લોકોએ જાગૃત થવાનું હોય અને કોરોના થી બચવા દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય તેની જગ્યાએ દરેક નિયમોનો ભંગ કરે લોકો બેદરકારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. એવી જ એક ઘટના હાલમાં સુરતમાં સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક આશ્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કાળુદાસ આશ્રમ માં આશરે ૧૦૦ જેટલા લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી માસ વગર એક હોલમાં એકઠા થયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં એક આશ્રમમાં 100રહી વધુ લોકો ભેગા થઇ ૧૪૪ ની કલમનો ભંગ કરતા નજરે ચડી ગયા છે. આશ્રમમાં રહેલા કોઈ સાધુ વ્યક્તિએ કોરોના મહામારી વચ્ચે લોકોને ભેગા કરી પ્રવચન આપ્યું હતું. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એક તરફ લોકો કોરોના થી બચવા થતા પ્રયાસો કરી રહ્યા છે, અને એક તરફ આવી બેદરકારી પણ સામે આવી રહી છે. જેના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.