પાવાગઢમાં સેકંડો શ્રદ્ધાળુઓની મહેરામણ- વરસાદી માહોલ વચ્ચે ઉમટી લાખો ભક્તોની ભીડ, જુઓ વિડીયો

ગુજરાતના પંચમહાલ (Panchmahal, Gujarat) જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી મંદિરે રવિવારે ભક્તોની ભીડ ઉમટી હતી. વરસાદી માહોલ વચ્ચે મંદિરમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી…

ગુજરાતના પંચમહાલ (Panchmahal, Gujarat) જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી મંદિરે રવિવારે ભક્તોની ભીડ ઉમટી હતી. વરસાદી માહોલ વચ્ચે મંદિરમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. રવિવાર રજાનો દિવસ હોવાના કારણે 2 લાખથી વધુ ભક્તો મહાકાળીના દર્શન માટે પહોંચ્યા હતા. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન પોલીસને સુરક્ષા વ્યવસ્થા માટે પરસેવો છૂટી ગયો હતો.

પાવાગઢમાં ‘હિલ સ્ટેશન’ જેવું વાતાવરણ
ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન દ્વારા તમામ માર્ગો પર જિલ્લા પોલીસના સહયોગથી દર્શનાર્થીઓની સુચારૂ વ્યવસ્થા અને સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલમાં વરસાદી માહોલ છે જેના કારણે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રજાનો દિવસ હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે સવારથી સાંજ સુધીમાં બે લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા.

મંદિરની ટોચ પર 500 વર્ષ પછી ધજા ફરકાવવામાં આવી
500 વર્ષ બાદ મહાકાળી માતાજીના મંદિરે માથું ટેકવવા માટે ભક્તો પોતાના વારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં યાત્રાધામ પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને દેશ અને વિશ્વભરમાં વસેલા મા કાલીનાં ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *