ભાજપ-કોંગ્રેસથી કંટાળ્યા લોકો: વિજય સુવાળાની હાજરીમાં કોંગ્રેસના 250થી વધુ યુવાનોએ પકડ્યું ઝાડું

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નનો ઉકેલ લાવી રહ્યા છે.

ત્યારે ગઈ કાલે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જામઠા ગામમાં આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને સુપ્રસિદ્ધ ગાયક ક્લાકાર વિજય સુવાળા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી હાજર રહ્યા હતા.

ધનસુરા તાલુકાના પંચાયતના સભ્યો જેઓ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જવાબદારીઓ છોડી 250થી વધુ યુવાનો વિજય સુવાળાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ નેતા નીખીલ સવાણી ગઈ કાલે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઈશુદાન ગઢવી, ગુલાબ સિંહ યાદવ અને મનોજ સોરઠીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીખીલ સવાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ કરી દેવામાં આવ્યા છે. સાથે નીખીલ સવાણી પાટીદાર અનામત આંદોલનના એક નેતા પણ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *