નાનકડી બાળકીનો આ વિડીયો જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે, એક-બે વાર નહિ વારંવાર જોવાનું મન થશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આજકાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક નાનકડી છોકરી રેમ્પ વોક કરતી તમને નજરે ચડશે. તમે કેટલા ફેશન શો જોયા હશે જેમાં મોટી મોટી મોડેલો રેમ્પ વોક કરતી હશે અને કેટલીક મોડલની રેમ્પ વોક એટલી સુંદર હોય છે કે જેને જોઇને તમે તેનાથી આકર્ષક થઇ જતા હશો. પરંતુ આ બાળકીની રેમ્પવોક જોઈને તમે પણ દંગ રાઈ જશો. કારણ કે આ બાળકી મોટી મોડલો કરતાં પણ ખુબ જ સુંદર રેમ્પ વોક કરી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની અમથી બાળકી ગુલાબી રંગનો ડ્રેસ પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળે છે.

તે દરમિયાન આસપાસના લોકો તેનો જુસ્સો વધારી રહ્યા છે. આ બાળકીનો સ્વેગ જોઈને તો આસપાસના લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગઈ છે. તમને પણ આ વિડીયોને વારંવાર જોવાનું મન થશે. આ વીડિયો જોઈને તમારે ગમે તેટલું ટેન્શન કે ઠાક હશે તે પણ દૂર થઈ જશે. હાલમાં વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ નાનકડી બાળકીના વખાણ થતા થાકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *