સિહોર શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. સિહોર શહેરમાં આજે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વધારે પડતા વરસાદને કારણે બ્રહ્મકુંડ પાસે આવેલા કુંવરબાઇના નેરામાં પણ ધોધમાર પાણી આવી રહ્યું હતું. ત્યારે આ સમયે પસાર થતા માતા અને તેની 8 વર્ષીય પુત્રી વરસાદને કારણે પાણીમાં તણાઈ ગયા હતા જેમાં માતાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને બાળકી પાણીના વહેણમાં તણાઈ જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. માતાનો હાથ છુટી જતા માસુમ પુત્રીના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
જોગરાણા પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સિહોર શહેરમાં રહેતા રાધાબેન જોગરાણા અને એમની 8 વર્ષની દીકરી ધર્મિષ્ઠા માટે ભાગ લેવા બંને સાથે નીકળ્યા હતા.આ સમગ્ર ઘટનાને પગલે બાળકી ધર્મિષ્ઠાનુ પાણીના વ્હેણમાં તણાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકો દ્વારા માતા અને તેમની દીકરીની પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે બાળકી મૃત હાલતમાં મળી આવી હતી અને તેમની માતા રાધાબેનનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હાલમાં રાધાબેન હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
કુંવરબાઇનું નેર ખુબ જ ઊંડી છે જે સિહોર શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. ત્યારે અચાનક જ પાણી આવવાને કારણે માતા અને દીકરી બંને તણાવા લાગે છે. ત્યારે તેમણે જોઇને મુસ્લિમ યુવકો પાણીમાં કુદીને માતા અને દીકરી બંનેને નેરમાંથી બહાર કાઢે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.