આપના જીવનમાં રોજે એવા બનાવો સામે આવતા હોય છે જેને સાંભળીને આપનું રડ્ય ધ્રુજી ઉઠે છે, આપણે શોકથી કંપી ઉઠયે છીએ. આજે ક એવી જ ઘટના વડોદરાથી સાથે આવી છે. વડોદરામાં આવેલી જડિયા ઓર્થોપેડિક અને મેટરનીટી હોસ્પીટલમાં ડિલિવરી દરમિયાન નવજાત બાળક અને માતાનું મૃત્યુ સર્જાયું છે. અને તેથી પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો છે.
આ ઘટના વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલા ઇ -27 , વ્રજભૂમિ સોસાયટી માંથી સામે આવી છે. આ મહિલાનું નામ અનિતાબેન છે. તેમના પતિનું નામ યુવરાજભાઈ વાઘેલાના છે. હોસ્પિટલના તબીબો ની નિષ્કાળજી દ્વારા માતા બાળકનું અવસાન થયું છે તેવો પરિવારનો દાવો છે. પરિવારે પોલીસને લેખિત અરજી પણ કરી છે. અને મૃતક માતા અને તેના નવજાત બાળકને ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે. ત્યારે હોસ્પિટલ ના તબીબોએ પોતાના બચાવમાં કહ્યું કે, પરિવારે નોર્મલ ડિલિવરી ની જીદ પકડી રાખી હતી, અને તેથી માતા અને બાળકનું મોત થયું છે.
યુવરાજભાઈ વાઘેલાના પત્ની બીજીવાર ગર્ભવતી હતા. અને તેઓ રેગ્યુલર ચેકઅપ માટે જડિયા મેટરનીટી હોસ્પિટલ માં જતા હતા. 13 ડિસેમ્બર રોજ તેમની ગર્ભવતી પત્નીને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો. અને ત્યાર બાદ તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં અનિતાની ડિલિવરી નોર્મલ જ કરવામાં આવી પરંતુ બાળક ને સ્વાસ રૂંધાતો હોવાથી તબીબોએ પરિવારને તાત્કાલિક સીઝર કરાવું પડસે એમ કહી પરિવાર પાસેથી સીઝરની પરવાનગી લીધી. અને તબીબોએ પરિવારની પરવાનગી મળતાજ ઑપ્રેશન શરૂ કર્યું. જે દરમિયાન ગાયનેક તબીબ અને પીડિયાટ્રિશિયન એ બાળકને મરુત જાહેર કર્યું હતું.
તબીબોએ જણાવ્યું કે, ઓપરેશન દરમ્યાન અનિતાબેનની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ, તેમની સ્થિતિ સ્થિર હોવાની ડોકટરોએ પરિવારજન ને અનિતાબેનને અન્ય હોસ્પીટલમાં દાખલ કરવા માટે જણાયું. અને તેથી પરિવારના લોકો જડિયા હોસ્પિટલ ના ડોકટરોએ જ નજીક ની ICU ફેસેલિટીવાળી હોસ્પીટલમાં અનિતાબેન ને દાખલ કરવામાં આવ્યા. અને ત્યાં જેમની હાલત વધુ ખરાબ થાય અને પછી તેમને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, અને ત્યાં તેમની ટૂંકી સારવાર દરમિયાન અનિતાબેનને જીવનની જંગ હારી અને તેમનું મૃત્યુ થયું.
આ વાતની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો. અને ત્યાર બાદ પરિવારે હોસ્પીટલના તબીબો પર આક્ષેપો લગાવ્યા કે, તબીબોની નિષ્કાળજી ના કારણે આ મૃત્યુ થયું છે. યુવરાજભાઈ વાઘેલાએ જણાવ્યું કે, પત્નીની ડિલિવરી કરાવતી વખતે જન્મેલા બાળકના શરીર ઉપર બ્લેડના નિશાન જોવા મળ્યા છે. અમને હોસ્પિટલ સામે કોઈ વળતરની અપેક્ષા નથી. પરંતુ મારી જેમ અન્ય કોઈને પોતાનું બાળક અને પત્ની ના ગુમાવી પડે તેથી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે.
યુવરાજભાઈ વાઘેલા અને તેમના પરિવારના આક્ષેપો બાદ પોલીસે હોસ્પિટલના તબીબોને પૂછપરછ કરી અને તે દરમિયાન તબીબોએ ગોળગોળ જવાબો આપ્યા અને તેથી માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી છે. ત્યાર બાદ માંજલપુર પોલીસ ના PI એ જણાવ્યુ કે પત્ની અને બાળક ગુમાવનાર યુવરાજભાઈ વાઘેલા એ પોલીસ મથકમાં આપેલી અરજીના અનુસંધાનમાં જડીયા હોસ્પિટલના તબીબ દંપતીની પૂછપરછ કરી, પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, પરિવારે મહિલાને અગાઉ થયેલી ડિલિવરી દરમિયાનમાં પણ તકલીફ થઇ હતી, તે વાત પરિવારે છૂપાવી હતી. આ વખતે પણ તેમને અનીતાબેનની સીઝર દ્વારા ડિલિવરી કરવા માટે સલાહ આપી હતી. પરંતુ પરિવારે નોર્મલ ડિલીવરીનો આગ્રહ રાખ્યો. પરિવારે તબીબ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
જડિયા હોસ્પિટલના ડોક્ટર રોનક જડિયા જણાવ્યુ કે, દર્દી ના સીઝર માટે પરિવારને વાત કરી હતી પરંતુ તે તૈયાર થયા ન હતા. ત્યાર બાદ પરિવારને ખુબ સમજવા આવ્યો અને ત્યાર બાદ પતિ એ સીઝરની પરવાનગી આપી. ત્યાર બાદ ત્રણ ગાયનેકોલોજિસ્ટ ની ટિમ દ્વારા આ સીઝર કરવામાં આવ્યું, અને તે દરમ્યાન કોથળી ફાટી ગઈ હતી અને બ્લીડિંગ થતું હતું તેથી બીપી અને ડિઆઈસી ની સમસ્યા સર્જાય હતી. અને ત્યાર બાદ મારા જ પરિવારના કોઈ સભય હોય એમ તેમની પણ દેખરેખ રાખવામા આવી હતી.
અમે માતા અને બાળકને બચવા માટે અમારા દ્વારા થતાં બધાજ પ્રયોગો કર્યા હતા, તેમ છતાય અમારા પર આક્ષેપો મુકાય રહ્યા છે. એ અમારા માટે ખુબજ દુખ ની વાત છે. ઇંડિયન મેડિકલ એશોષીએશન ના પ્રમુખ ડો. મિતેશ શાહે જણાવ્યુ હતું કે અમારી ટીમ ડો. જડીયાની હોસ્પિટલમાં ગયા હતા. તેમને વધુમાં કહ્યું કે, ડોક્ટર જીવ બચાવવા માટે હોય છે. ડોક્ટર કોઇનો જીવ લેવા માટે હોતા નથી. અમારા પર ખોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. અમે આ આક્ષેપોને વખોડી નાંખીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.