સુરત SOG નું મોટું ઓપરેશન: માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3 મહિલા સહિત 7ની ધરપકડ

Published on Trishul News at 6:35 PM, Wed, 13 September 2023

Last modified on September 13th, 2023 at 6:38 PM

Human Trafficking Racket in surat: હાલ સુરત શહેરમાં SOGએ એક મોટું ઓપરેશન પર્દાફાસ કર્યો છે. તેમાં શહેરમાંથી બાંગલાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશની મહિલા(Human Trafficking Racket in surat) અને પુરુષને સુરત SOG અને PCB પોલીસ તેને પકડી પાડ્યા છે. આ તમામ લોકો પાસેથી બનાવટી ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મનો દાખલો સહિતના ઘણા ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે. ભારતમાં આ લોકોની ગેરકાયદેસર રીતે બોલ્વનાર મુખ્ય એજન્ટને પણ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 6 બાંગ્લાદેશી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલ્સનની મદદથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર અને PCBની ટીમે સુરતના પલસાણા અને ઉધના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા અને સુરતમાં રહેતા 3 પુરુષ અને 3 મહિલાને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ખોટા આધાર સહિતના અનેક પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી ભારતમાં લાવનાર મુખ્ય એજન્ટની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તેઓ સુરતના પલસાણાની આરાધના સોસાયટીમાંથી તરીકુલ મંડલ, બોબી તરિકુલ મંડલ, માફિઝુરરહેમાન મિયા, સુમોના શેખની ધરપકડ કરવામાં આવી છે.તે ઉપરાંત ઉધનના દાગીના નગરમાં ચોકસી એપાર્ટમેન્ટમાંથી મોહંમદ ફઝરબ્બી અને શરીફાખાતુનની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.

આ તમામ લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આરોપી બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને ભારતમાં ઘુસી ગયા હતા. ત્યારપછી તેઓ સુરત આવ્યા હતા અને આ તમામને સુરત લાવવામાં મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતા રાજ નામના ઇસમે નિભાવી હતી. રાજ પણ ઉધનાનો રહેવાથી હતો. તેથી SOGની ટીમ દ્વારા માહિતીના આધારે ઈબ્રાહીમ ઉર્ફે રાજ શેખની પણ ધરપકડ ચોકસી એપારમેન્ટ દાગીનાનગર ઉધના ખાતેથી કરવામાં આવી રહી છે.

તેમાં મુખ્ય આરોપી ઈબ્રાહીમ એટલે રાજની પૂછપરછમાં હકીકત સામે આવી રહી છે કે તે મહિલાઓ પાસે ખરાબ ધંધો કરાવતો હતો. આ રાજ પણ મૂળ બાંગ્લાદેશના પેરોલી ગામનો રહેવાસી હતો. જેથી તે પોતાના ગામની આસપાસ જે લોકો આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારની મહિલાઓને તેમજ પુરુષોને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લા દેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હતો.

Be the first to comment on "સુરત SOG નું મોટું ઓપરેશન: માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3 મહિલા સહિત 7ની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*