એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જન્મ આપનારી માતાએ જ પ્રી-પ્લાનિંગ કરી પુત્રની હત્યા(Murder) કરી છે. ત્યારબાદ પુત્રની લાશને આંગણામાં દાટી દીધી હતી. મહિલાએ પહેલા ગળું દબાવી પુત્રની હત્યા કરી, ત્યાર પછી શ્રમિકને બોલાવી શૌચાલયની ટાંકીના નામે 4 ફૂટનો ખાડો ખોદાવડાવ્યો. ખાડો ખોદાઈ જતા મહિલાએ શ્રમિકને પાણી લેવાના બહાને બહાર મોકલ્યો અને તે પરત ફરે ત્યાં સુધી તેણે ખાડો ભરી દીધો અને શ્રમિકને પરત મોકલી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, 15 વર્ષીય મારૂતીનંદન કુમાર મદનપુર પોલીસ સ્ટેશનના માયા બીઘા ગામનો રહેવાસી હતો. તે એક ખાનગી શાળામાં સાતમા ધોરણમાં ભણતો હતો. જાણવા મળ્યું છે કે, આ મહિલાએ બે મહિના પહેલા જ પોતાની 17 વર્ષિય પુત્રી પુનીતા કુમારીની હત્યા કરી હતી. ત્યારે હાલ પોતાના બીજા એક દિવ્યાંગ દીકરાની હત્યા કરી નાખી છે.
ખાડો ખોદનાર શ્રમિકે રહસ્ય ખોલ્યું:
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, મૃતક થોડા દિવસોથી ગુમ હતો. એવી આશંકા છે કે લગભગ એક અઠવાડિયા પહેલા તેની માતાએ તેની હત્યા કરી હતી અને તેને માયા બીઘા સ્થિત ઘરમાં બંધ રાખવામાં આવ્યો હતો. તે ખાડો ખોદવા શ્રમિક ગોતી રહી હતી. તેને કોઈ મળી રહ્યું નહતું. ત્યારબાદ ગામના એક મજૂર સુરેશ રામને મહિલાએ શૌચાલયની ટાંકી માટે ખાડો ખોદવાનું કહ્યું. જે પછી તે તૈયાર થઈ ગયો. ખાડો ખોદતી વખતે તેને ગંધ આવી.
હત્યા પહેલાથી પ્લાનિંગ હતી:
આ પછી જયારે શ્રમિક દ્વારા જ્યારે મહિલાને ગંધની વાત કરવામાં આવી ત્યારે મહિલાએ ઉંદર કા તો સાંપ મરવાની વાત કરી હતી. લગભગ ચાર ફૂટ ખાડો થયો ત્યારે મહિલાએ શ્રમિકને પાણી લાવવા માટે બહાર મોકલ્યો. શ્રમિક પરત ફર્યો, ત્યાં સુધી મહિલાએ ખાડો પૂરી દીધો હતો. ત્યાર પછી મહિલાએ કહ્યું પંડિતજીએ ખાડો ખોદવાની ના પાડી છે. અત્યારે ખાડો નથી ખોદવાનો. તેણે જ ગ્રામજનોને આ વિશે જાણ કરી. આ પછી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાનું રહસ્ય સામે આવ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરતા મહિલાની પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, આ હત્યા પહેલાથી પ્લાનિંગ કરી હતી. ઘણા દિવસો સુધી મૃતદેહ અહીં રાખવામાં આવ્યો હતો. શ્રમિકને બોલાવીને તેણે ખાડો ખોદ્યો અને પોતે તેમાં બાળકને દાટી દીધો. જેનો મહિલાએ સ્વીકાર કર્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ મહિલાની મદદ કરી રહ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ત્રણ મહિના પહેલા પુત્રીની હત્યા થઈ હતી:
જાણવા મળ્યું છે કે, મહિલા કંચન દેવીના પતિ વિનય સિંહનું થોડાં વર્ષ પહેલાં એઇડ્સથી મૃત્યુ થયું હતું. મહિલાને એક પુત્ર અને એક પુત્રી હતી. ગ્રામજનોને શંકા છે કે મહિલાએ બે મહિના પહેલા તેની પુત્રી 17 વર્ષની પુનિતા કુમારીની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.