લગ્ન પહેલા બાળકીનો જન્મ થતા હોસ્પિટલ નજીક તરછોડીને ચાલી ગઈ નિષ્ઠુર માતા- જાણો ક્યાંની છે ઘટના

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં માતા-પિતા દ્વારા નવજાત બાળકને તરછોડી દેવામાં આવતા હોય છે. આ દરમિયાન એવો જ એક શરમાવે તેવો કિસ્સો લોધિકામાંથી સામે આવ્યો છે. જેમાં એક કુંવારી માતાએ પોતાનું પાપ છુપાવતા નવજાત બાળકીને તરછોડી દીધી હતી. પરંતુ, કુદરતે આ માસુમ બાળકને જીવનદાન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ પાસેના લોધિકામાં જનેતાએ નવજાત બાળકીને મૃત સમજીને તરછોડી તે જીવિત નીકળી છે. પરપ્રાંતિય યુવતી પ્રસૂતિ માટે લોધિકામાં પોતાના સંબંધીને ત્યાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશની યુવતી લોધિકાની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવી હતી. યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ, બાળકી મૃત સમજીને હોસ્પિટલના પાછળના ભાગે તેને છોડી દેવામાં આવી હતી અને પરિવાર ત્યાંથી જતો રહ્યો હતો.

હોસ્પિટલના પાછળના ભાગથી પસાર થતી વખતે સ્થાનિક લોકોને બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. ત્યાં જઈને જોયું તો એક બાળકી મળી હતી. તેથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના બાદ પોલીસ દ્વારા બાળકીના માતાપિતાને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આખરે તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી. જેમાં મધ્યપ્રદેશના પરિવારની ભાળ મળી હતી. પોલીસ તપાસમાં કુંવારી માતાના કૂખથી બાળકીનો જન્મ થયો હોવાનુ ખૂલ્યુ હતું. આ ઉપરાંત બાળકીને જન્મ આપનાર કુંવારી માતાની પણ તબિયત સારી ન હોવાથી તે પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો સાથે જ પોલીસ દ્વારા યુવતીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *