પ્રેમની કોઈ સીમા નથી હોતી, તેની જાણ આજે MP માં બનેલી આ ઘટનાએ આપી છે. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક અદભૂત લવ સ્ટોરી બહાર આવી છે. અહીં પાંચ-પાંચ પુત્રીની માતા તેના કરતા 24 વર્ષ નાના પ્રેમી સાથે પ્રેમમાં પડી ગઈ હતી. તેણીએ તેની પુત્રીને પણ તેના પ્રેમી સાથે લગ્ન કરવા છોડી દેવા તૈયાર થઇ ગઈ હતી. જયારે એક દીકરીને ખબર પડી કે, પહેલીથી જ ત્રણ ત્રણ લગ્ન કરી ચુકેલી મારી માતા ચોથા લગ્ન કરવા જઈ રહી છે ત્યારે, તેણી તેની અન્ય બહેનોને લઈને પોલીસ સ્ટેશન પહોચી ગઈ હતી અને માતાને લગ્ન કરવા માટે કહ્યું હતું.
ભીંડ પોલીસની સામે એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રીઓ તેમની માતાના લગ્ન ન થવા દેવા પોલીસને વિનંતી કરવા આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, 45 વર્ષની ઉંમરે, માતા તેના પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા જઇ રહી છે, જે પોતાનાથી 24 વર્ષ નાની છે. તેની બે મોટી પુત્રીના લગ્ન થયા છે, જ્યારે ત્રણ પુત્રીઓ હજી નાની છે.
મહિલાની બંને મોટી પુત્રી અને જમાઈ પોલીસ મથકે પહોચ્યા હતા. જે બાદ મહિલા અને તેના પ્રેમીને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા હતા. આ પહેલા મહિલાએ ત્રણ લગ્નો કર્યા હતાં, તેમાંથી પતિએ મહિલાને છોડી દીધી હતી, જ્યારે બે લગ્ન પછી ત્રીજા પતિનું મોત નીપજ્યું હતું.
આ પછી, મહિલાનું 21 વર્ષના મિથુન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 1 વર્ષથી મિથુન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. મિથુન આ મહિલા અને તેની પુત્રીઓનો પૂરો ખર્ચ પણ ઉઠાવતો હતો. મહિલા એમ પણ કહે છે કે તે આ લગ્ન ફક્ત પોતાની દીકરીઓના ભવિષ્ય માટે જ કરી રહી છે.
હાલ પોલીસે બંને પક્ષકારોને સમજાવ્યા બાદ સમાધાન કરી લીધું છે. આ સાથે, મિથુનના માતાપિતાને બોલાવીને આ સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે. ડીએસપી પૂનમ થાપાએ આ કેસમાં જણાવ્યું હતું કે, યુવતીઓએ ફરિયાદ કરી હતી કે તેમની માતા ચોથી વખત લગ્ન કરવા જઈ રહી છે. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.