Two suicides in Gondal: હાલમાં જ એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal) શહેરના ગાયત્રીનગરમાં રહેતા માતા-પુત્ર (Mother-son suicide)એ વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બન્નેના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. પરંતુ આપઘાતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
મળતી માહિતી અનુસાર, ત્રણ ખુણીયા ગાયત્રી નગરમાં રહેતા વિનોદચંદ્ર જેરામભાઈ પીઠવાના પત્ની ભારતીબેન તથા પુત્ર મિરાજ વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી અને ડો. સુખવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પહેલા પુત્ર મિરાજે અને બાદમાં માતા ભારતીબેને ઝેરી દવા પી દમ તોડી દેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી.
મહત્વનું છે કે, વિનોદચંદ્ર પરિવાર સાથે આફ્રીકાના દારેસલામ રહેતા હતા અને ત્યાં ચાઇનીઝ વસ્તુઓનું માર્કેટિંગ કરતા હતા. છેલ્લા પાંચ વર્ષથી વતન ગોંડલ પાછા ફર્યા હતા. મિરાજે ધોરણ બાર સુધીનો અભ્યાસ આફ્રિકામાં કર્યો હતો. ભારતમાં પાછા ફર્યા પછી પુના કોલેજમા થોડો સમય અભ્યાસ કર્યો હતો.
આ દરમિયાન તેને કેન્સરની બીમારી થતા તેની સારવાર ચાલુ હતી, પરંતુ બિમારીને કારણે સતત માનસિક તણાવમાં રહેતો હોય માતા પિતા મિરાજ માટે ચિંતિત રહેતા હતા. સવારે ગરમ પાણી સાથે આમળાના જ્યુસને બદલે માતા પુત્ર એ ઝેરના પારખા કરતા બન્નેના કરુણ મોત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદચંદ્રને સંતાનમાં એક માત્ર મિરાજ હતો અને તે અપરણીત હતો. પત્ની અને પુત્રની અકળ વિદાયના લીધે વિનોદચંદ્ર હતપ્રત બની ગયા હતા. સમગ્ર બનાવ અંગે સીટી પોલીસના એમ.એન.વાળા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.