માં દીકરાને બનાવવા માંગતી હતી એન્જીનીયર, પરંતુ દીકરો બનશે ઝારખંડનો મુખ્યમંત્રી

Mother wanted to make son Engineer, but son will be chief minister of jharkhand

Published on: 6:17 pm, Mon, 23 December 19

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હેમંત સોરેનના વડપણ હેઠળ ઝારખંડ મુક્તિ મોરચાએ જબરદસ્ત વાપસી કરી છે. જેએમએમના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય સ્વાભાવિક રીતે જ તેના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનને જાય છે. ત્યારે આવો નજર કરીએ હેમંત સોરેનની સમગ્ર રાજકીય કારકિર્દી પર.

હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા શિબુ શોરેનની ગણતરી ઝારખંડના દિગ્ગજ નેતાઓમાં થાય છે. પિતા શિબુ સોરેનની માફક હેમંત સોરેન પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. 10મી ઓગસ્ટ 1975ના રોજ જન્મેલા હેમંત સોરેને બિહારની રાજધાની પટનામાં ઈન્ટરમીડિએટ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે રાંચીની BIT મેસરામાં મિકેનિકલ એન્જીનિયરિંગમાં પ્રવેશ લીધો. પરંતુ તેઓ આ કોર્ષ પૂરો ન કરી શક્યા. હેમંત સોરેન નાની ઉંમરમાં જ રાજકારણમાં પરિપક્વતાનો પરિચય કરાવી ચુક્યા છે. શિબુ સોરેનની વિરાસતને સંભાળવી તે ઘણી પડકારજનક બાબત હતી. પરંતુ હેમંત સોરેને સમયાંતરે પોતાની યોગ્યતાનો પરિચય આપતા આ બાબત સાબિત કરી આપી.

હેમંત સોરેને વર્ષ 2009થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 24મી જૂન 2009 થી 4 જાન્યુઆરી 2010 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. વર્ષ 2013માં હેમંત સોરેન ઝારખંડના પાંચમાં મુખ્યપ્રધાન બન્યા. તેમણે કોંગ્રેસ, આરજેડી અને અપક્ષ ઉમેદવારની મદદથી સરકાર રચી. હેમંત સોરેને સીએમ તરીકે ડિસેમ્બર-2014 સુધી કાર્યભાર સંભાળ્યો.

મુખ્યપ્રધાન બન્યા તે પહેલા હેમંત સોરેને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. અર્જુન મુંડાના કાર્યકાળમાં હેમંત સોરેને નાયબ મુખ્યપ્રધાન તરીકે ખૂબ જ સારી કામગીરી કરી. સ્વભાવથી ખૂબ જ સરળ હેમંત સોરેન પિતાની માફક લોકો સાથે સીધો સંવાદ કરવામાં વિશ્વાસ ધરાવે છે. આથી જ રાજ્યમાં પક્ષની સાથે પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં પણ તેઓ સફળ રહ્યા છે. હેમંત સોરેનના પારિવારિક જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ કલ્પના સોરેન છે અને તેમને બે સંતાનો છે.

૧૦ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ જન્મ

પટનામાં ઇન્ટરમીડિએટ સુધી અભ્યાસ કર્યો

રાંચીની બીઆઇટી મેસરામાં મિકેનિકલ એન્જનિયરિંગમાં પ્રવેશ લીધો પણ કોર્ષ પૂરો ન કર્યો

વર્ષ ૨૦૦૯થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી

૨૪ જૂન, ૨૦૦૯થી ૪ જાન્યુઆરી, ૨૦૧૦ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા

વર્ષ ૨૦૧૩માં ઝારખંડના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

કાંગ્રેસ, આરજેડી અને અપક્ષની મદદથી સરકાર રચી

મુખ્યપ્રધાન તરીકે ડિસેમ્બર-૨૦૧૪ સુધી કાર્યભાર સંભાળ્યો

સીએમ બન્યા પહેલા નાયબ મુખ્યપ્રધાન તરીકે પણ જવાબદારી સંભાળી

અર્જુન મુંડાના કાર્યકાળમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે ખૂબ સારી કામગીરી કરી

પરિવારમાં પત્ની કલ્પના સોરેન અને બે સંતાનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.