રાજ્યમાંથી ઘણીવાર માનવતા પરવારી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના હિંમતનગરમાંથી સામે આવી રહી છે. પોશીનાના ગણવાના દાણીભાઈ સોમાભાઈ ધ્રાંગી સોમવારની સવારમાં 8 વાગ્યે ખેતરમાં જવાનાં માર્ગમાં ખેતરની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી બાળકનો રડવાનો અવાજ સાંભળાતા જોવા માટે ગયાં હતા.
આની સાથે તુરંત જ એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. બાળકને હાથમાં લેતાની સાથે જ ઠંડુ પડી ગયુ હતુ તેમજ શરીર પર પુષ્કળ ઉઝરડા તથા કાંટા વાગ્યા હતા. કેટલીક જગ્યાએથી લોહી વહી રહ્યુ હતું. બાળકને સારવાર આપતી વખતે લાંબડીયા CHC માં લઇ ગયા હતા. ત્યારપછી બાળકને હિંમતનગર સિવિલમાં લઈ જવામાં આવ્યું હતું.
નવજાત છોકરાને નાળ પણ કાપેલ ન હતી તેનો અર્થ એ થાય છે કે, પ્રસૂતિ ઘરે જ થઇ હોવાંથી કૂકર્મીના પાપને છૂપાવવા માટે માતાને મજબૂર બનવુ પડ્યુ હોવાંથી પોલીસે અજાણી મહિલાની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આવી જે અન્ય ઘટના થોડા સમય પહેલાં સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle