મુંબઇમાં આવેલ વાંગની રેલવે સ્ટેશન પર રુવાંટા બેઠા કરી દે તેવી ઘટના બની હતી. જેનો દિલધડક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. બની એવી ઘટના કે અહીંના પ્લેટફોર્મ પર એક મહિલા પોતાના બાળકને સાથે લઇને જઈ રહી હતી અને અચાનક જ બાળક રેલવેના પાટા પર પડી જાય છે અને એ જ સામેથી ટ્રેન આવતા જોઈ લોકોની આંખો પહોલીને પહોળી થઇ ગઈ હતી. આ દ્રશ્ય જોનારા લોકોની આંખે પણ અંધારા આવી ગયા હતા.
પોઇન્ટમેન પોતાના જીવની પરવા કર્યા વિના ટ્રેક પર દોડ્યો
CCTV ફૂટેજમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, આ દૃશ્ય જોઇ સેન્ટ્રલ રેલવે મુંબઇ ડિવિઝનના પોઇન્ટ્સમેને પોતાના જીવની પરવા કર્યા વગર ટ્રેક પર બાળકને બચાવવા દોટ મૂકી હતી. તે ખુબ જ ઝડપથી બાળકને ઊંચકીને પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ એક સુપરમેન હોય તેવી રીતે કૂદી પડે છે અને થોડીક જ સેકન્ડમાં ટ્રેન ત્યાંથી પસાર થઇ જાય છે.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના શનિવારની છે. જેમાં અંધ મહિલા સાંજે 5 વાગે તેના પુત્રને તેડીને પ્લેટફોર્મ નંબર 2 પર જઇ રહી હતી. ચાલતા ચાલતા અચાનક સંતુલન બગડતા બાળક ટ્રેક પર પડી ગયો હતો. મહિલા અંધ હોવાને કારણે દિકરાની મદદ કરી શકતી નહતી. તે પોતાના ઇશારામાં અને બૂમો પાડી મદદ માટે ચીસો પાડી રહી હતી. ત્યારે જ મયુર શેલ્ખ નામનો પોઇન્ટસમેન ભગવાન બનીને આવ્યો અને બાળકનો જીવ બચાવી લીધો.
Excellent work done by Central Railway Mumbai Division Mr Mayur Shelkhe (Pointsman) saved the life of a child who lost his balance while walking at plateform no. 2 at Vangani station. pic.twitter.com/91G0ClQtWG
— DRM MUMBAI CR (@drmmumbaicr) April 19, 2021
પોઇન્ટમેન મયૂર શેલ્ખેનું સન્માન કરવા માંગ…
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પુર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોઇન્ટમેનના દિલથી વખાણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે મયૂર શેલ્ખેનું સન્માન થવું જોઇએ. કારણ કે તેણે પોતાના જીવની પરવાહ કર્યા વગર તે બાળકને બચાવ્યો. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, જો એક સેકેંડનું પણ મોડું થયું હોત તો બાળક અને તેને બચાવનાર પોઇન્ટસમેને પણ પોતાનો જીવ ગુમાવવી દીધો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.